________________
૩૩૬
ચૌદ સ્થાનક મા-૨ "ता धीर मा विसीयसु, इमासु अइअप्पवेयणासु तुमं।
को उत्तरिठं जलहिं, निवुहुए गुप्पए नीरे ||३||" "वज्जेसु कूरभावं, विसुद्धचित्तो जिएसु सत्वेसु । बहुकम्मखयसहाए, विसेसओ समरविजयम्मि ||४|| "जं लदो इह धम्मो, जं न कया कूरया पुरावि तए । X X X X X X X X X X X X X X X X X X 9”
શ્રી કીર્તિચંદ્ર નામના એ રાજર્ષિની આ વિચારણા ઘણી જ ઉમદા છે અને સૌ કોઇએ યાદ રાખી લેવા જેવી છે. ક્રોધથી બચવા માટે તેમજ ક્રોધમાંથી જન્મતી અને પુષ્ટ બનતી ક્રૂરતાથી પણ બચવા માટે, રાજર્ષિ શ્રી કીર્તિચન્દ્રની આ વિચારણા એક ઉમદામાં ઉમદા સાધન છે. ભયંકર વેદનાની ભયંકરતાને દૂર કરવા માટે, પ્રથમ તો એ પરમર્ષિ એવા રાજર્ષિ વિચારે છે
રે જીવ! વિવેકરહિત એવા તે અજ્ઞાનના વશથી નરકોમાં અનંતી વાર પ્રમાણ વિનાની વેદનાઓ પ્રાપ્ત કરી છે અને તિર્યચપણામાં પણ ઘણા ભારનું વહન, અંકન, દાહ, વ્યાધિ, શીત, ઉષ્ણ, સુધા અને પિપાસા આદિ દુઃસહ દુઃખોની શ્રેણી ઘણી વાર ખૂબ ખૂબ સહેલી છે.” ક્ટોથી ભાગતા ફરનારાઓને
દુ:ખના સમયે આ વિચાર, ખરે જ દુઃખની ગ્લાનિને દૂર કરનાર છે. અનાદિ કાલથી દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરનાર આત્મા જો પરિભ્રમણના અને પરિભ્રમણ કાલમાં નરક અને તિર્યંચ ગતિમાં અનુભવેલાં દુઃખોનું સ્મરણ કરે, તો મનુષ્યભવનાં દુઃખો આત્માને અકિંચિત્કર લાગ્યા વિના રહેતાં નથી. આવા વિચારમાં નિમગ્ન રહેનાર આત્માઓ ઉપસર્ગો અને પરીષહો સહવામાં સાચા સુભટો જરૂર બની શકે છે. નરકનાં દુઃખો વચનાનીત છે અને સૌને માટે પ્રત્યક્ષ નથી હોતાં, પણ તિર્યંચગતિનાં દુઃખો તો પ્રત્યક્ષ છે. પરાધીનતાથી, ઇચ્છા નહિ છતાં, તિર્યંચોને જે દુ:ખો ભોગવવાં પડે છે, એ જોવા છતાં જેઓ પરીષહોના સહનથી અને શક્ય