________________
૩૩૨
ચૌદ ગુણસ્થાનકે ભાગ-૨ વાત નથી. આ રીતિએ દ્રવ્યના નિમિત્તે જીવો અનેક વેદનાઓ ભોગવે છે, એ પ્રતાપ લોભનો અને પરિગ્રહાભિલાષનો છે. લોભમાંથી પરિગ્રહનો અભિલાષ જન્મે છે અને એની પાછળ ક્રોધ અને ક્રૂરતા આદિ પણ પ્રાયઃ આવે છે. આ બધાં પાપોની સેવામાં પડેલાઓ, આ લોકનું સુખ પણ નથી પામતા અને પરલોક બગાડી ચિરકાલ સંસારમાં પરિભ્રમણ કરે છે. એવા જીવોની વેદનાઓ, ખરે જ વચનાતીત બની જાય છે. એવા જીવો અનંતકાલ સુધી દયામય દશા જ ભોગવતાં રહે છે. એ ધ્યાનમાં રાખવાને માટે આ બે પણ દ્રષ્ટાન્ત રૂપ છે. સાગર અને રંગ તે જ શ્રી કીર્તિચન્દ્ર નરનાથ અને સમરવિજય ક્યારઃ
હવે સાગર અને કુરંગના સમ્બન્ધમાં શ્રી પ્રબોધ નામના પ્રવજ્ઞાની ગુરૂવર્ય ફરમાવે છે કે-આ પછીથી પૂર્વભવમાં કાંઇક પણ તેવા પ્રકારે અજ્ઞાન તપને કરીને, તે બન્ને પૈકી જે સાગરનો જીવ, તે તું આ દશાને પામ્યો છે અને કુરંગનો જીવ તે સમરવિજય છે. આ કથાની શરૂઆત કરતાં ગુરૂવ મદન શેઠના સાગર અને કુરંગ એ બે પુત્રોની હકીકત જણાવી હતી. તે વખતે બન્ને ય ભાઇઓ લોભ તથા પરિગ્રહાભિલાષ એ બન્નેના મિત્ર બન્યા હતા અને કુરંગે તો કુરતાની સાથે પણ સવિશેષ મૈત્રી સાધી હતી. આ ભવમાં સાગરનો જીવ, કે જે શ્રી કીર્તિચન્દ્ર રાજા તરીકે છે, તે લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ પાપ-મિત્રોના સંસર્ગથી મુક્ત બનેલ છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તો એ બેયને દુશ્મન રૂપે પીછાની ચૂકેલ છે, પણ સમરવિજયની તો લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા સાથેની મૈત્રી અખંડ છે, એમ આપણે પૂર્વના વૃતાન્ત ઉપરથી જાણી શકીએ છીએ. આપણે જોયું છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથ નિધાન અને રાજય એ બન્ને ય સમરવિજયને સોંપી દઈને પોતે દીક્ષા ગ્રહણ કરવાને તત્પર બન્યા હતા. જયારે સમરવિજયે વારંવાર લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાની આધીનતા જ બતાવી હતી. સાગર અને કુરંગના જીવની ઓળખાણ કરાવ્યા બાદ- “સમરવિજયનો આગળનો