________________
૩૩૦
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ દરીઆમાં ડૂળ્યો. કાંઇક આયુષ્ય બાકી, એટલે કુરંગના હાથમાં એક પાટીયું આવ્યું. એ પાટીઆને પામીને એ કુરંગ જેમ-તેમ કરીને ચોથે દિવસે સાગરના તીરે સંપ્રાપ્ત થયો. તીરે પહોંચ્યા પછી પણ, એ બીચારો ધનની અને ભોગની લાલસાથી મુક્ત નથી બન્યો. આવી આપત્તિથી બચ્યા છતાં પણ, તે ધનની અને ભોગની લાલસામાં જ ફસ્યો છે. “ફરીથી પણ ધનનું ઉપાર્જન કરીને હું ભોગોને ભોગવીશ.' -આ પ્રમાણે ખૂબ ખૂબ વિચારશીલ બનેલો તે વનમાં ભટકવા લાગ્યો. એ રીતિએ વનમાં ભટકતો તે કોઇ એક વાર સિંહ દ્વારા મરાયો અને “ધૂમપ્રભા' નામની પાંચમી નરકમાં પહોંચ્યો. આખીએ જીંદગી લોભવશ બની, પરિગ્રહની અભિલાષામાં ઓતપ્રોત થઇ, સાગરે ત્રીજી નરક સાધી અને લોભ તથા પરિગ્રહાભિલાષની સાથે ક્રૂરતાને પણ સાથીદાર બનાવીને કુરંગે પાંચમી નરક સાધી. દુશ્મનોને મિત્ર રૂપે માની તેને આધીન બનવાનું જ આ કારમું પરિણામ છે. આત્માના હિતને હણનાર લોભ આદિની સાથે મૈત્રી સાધનારાઓ, પોતાના આત્માની સાથે શત્રુતાને જ આચરે છે. પણ લઘુકર્મિતાને પામ્યા વિના આ વાત હૈયામાં જીવી, એ ય મુશ્કેલ છે. જ્યારે ભાગ્યશાળી આત્માઓ તો આવા પ્રસંગોને સાંભળતાં લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતાના સંગથી સદાને માટે દૂર રહેવાનો જ વિચાર કરે. કારમું ભવભ્રમણ ઃ
આ રીતિએ તે બે આત્માઓના સાગર અને કુરંગ તરીકેના ભવનું વર્ણન કર્યા બાદ અને ત્યાંથી અનુક્રમે ત્રીજી અને પાંચમી નરકે ગયાનું જણાવ્યા બાદ, શ્રી પ્રબોધ નામના તે પ્રવરજ્ઞાની ગુરૂવર ફરમાવે છે કે તે પછી તે બન્નેય સંસારમાં ભમીને જેમ-તેમ કરીને પણ “અંજન' નામના પર્વત ઉપર સિંહ રૂપે થયા. ત્યાં પણ તે બન્નેએ એક ગુફાની ખાતર યુધ્ધ કર્યું. તેમાં તે બન્નેનું મૃત્યુ થયું અને એ રીતિએ મરીને તે બન્ને ત્યાંથી ચોથી નરકમાં ગયા. ત્યાર બાદ તે બન્ને સર્પ થયા. સર્પના ભવમાં પણ તે બન્ને એક નિધાન ઉપર મૂછિત બન્યા. એ એક નિધાન ખાતર તે બે મોટું યુધ્ધ