________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૨૮
અધિક હિત (?) ઇચ્છયું. પોતાનો સખા આ બધી મીલ્કતનો અડધો માલીક રહે, એ શ્રીમતી ક્રૂરતાથી ન સહાયું. એથી ક્રૂરતા કુરંગના કાને ગાઢપણે વળગી. જાણે ૫૨મ હિનૈષિણી હોય તેમ તેણી પોતાના પરમ સખા કુરંગને કાનમાં કહે છે કે
“આ સાગર એતારા આ ધનના અંશને હરનારો છે, એટલે કેભાગીદાર છે. એને મારીને આ સઘળાય ધનને તું પોતાને આધીન કરી લે; કારણ કે-આ જગતમાં ધની લોકો સઘળા પણ સુજનો કહેવાય છે.” ક્રૂરતાના સંગથી ભાઇ શત્રુ ભાસ્યો ઃ
‘ક્રૂરતા’ નામની હિનૈષિણી બની બેઠેલી કુરંગની સખીએ, પોતાના મિત્ર બની ચૂકેલા કુરંગને આવી કારમી સલાહ આપી. માત્ર એક જ દિવસે આવી સલાહ આપીને તેણી અટકી નથી, પણ એ પ્રમાણે તેણી રોજ ને રોજ કહે છે. રોજ ને રોજ તેણીના કહેવાથી કુરંગને પણ તે વાત તે જ રીતિએ પરિણામ પામી ગઇ. કુરંગને પણ થઇ ગયું કે- ‘મારી આ સખીની સલાહ ઘણી જ સુંદર છે. મોટા ભાઇને મારી નાખવાથી હું આ સઘળી ય મીલ્કતનો સ્વામી બની શકીશ. જગતમાં તો ધનવાનો સઘળા ય પણ, તેઓ ગમે તેવા હો તો પણ, સુજનો મનાય છે.’ આવા વિચારથી ક્રૂરતાનું સામ્રાજ્ય કુરંગના અંતરમાં સ્થપાયું. લોભસ્વરૂપ સાગરનું અને પરિગ્રહાભિલાષનું સામ્રાજય તો પ્રથમથી સ્થપાયેલું હતું જ અને હવે ક્રૂરતાનું સામ્રાજય પણ સ્થપાયું. એના પરિણામે ભાઇ અને તે પણ મોટો, હવે ભાઇ મટ્યો અને શત્રુ ભાસ્યો. લોભ અને પરિગ્રહાભિલાષની સાથે જ્યાં ક્રૂરતા ભળે, એટલે માણસ માણસ મટી જાય છે અને રાક્ષસ બની જાય છે. રાક્ષસ બન્યા વિના વડિલ બંધુના વિનાશના વિચારને આધીન થવું, એ તદ્દન અશક્ય છે. સાગરને સાગરમાં ફેંકી દીધો :
લોભ અને પરિગ્રહાભિલાષથી રીબાતો કુરંગ ક્રૂરતાને વશ બન્યા પછીથી, પોતાના ડિલ બંધુ સાગરનો વિનાશ સાધવાના વિચારમાં જ