________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૨૭
સોનૈયા પૂર્ણ કરવાની ઇચ્છા થઇ. આ ઇચ્છાને પૂર્ણ કરવાના હેતુથી, તેઆએ ઘોર પાપોનું આચરણ આરંભ્યું. ક્રોડ સોનૈયાની પ્રાપ્તિના હેતુથી તેઓએ મોટાં મોટાં ગાડાંઓના સમુદાયોને વિવિધ દેશાંતરોમાં મોકલ્યા, સાગરમાં ઝહાજો વહેતાં મૂક્યાં, ઉંટોની મંડલિઓ ઘુમાવવા માંડી, રાજકુલમાંથી પટ્ટે અનેક શુક્લસ્થાનો ગ્રહણ કર્યા, ઘણી ગણિકાઓને રાખીને કુટ્ટણખાનાં શરૂ કર્યા અને ઘોડા આદિની હેડો બાંધી. આવાં અનેકવિધ પાપાચરણોને તેઓએ આચર્યા એવાં ક્રોડો પાપોથી તેઓની પાસે પૂર્વના પુણ્યોદયથી એક ક્રોડ સોનૈયા પણ પૂર્ણ થયા. બે હજાર સોનૈયાથી વધતાં વધતાં એક ક્રોડ સોનૈયાના માલિક થવા છતાં પણ, તે બીચારાઓને શાંતિ ન થઇ : કારણ કે-તેમના લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ બન્ને પાપ-મિત્રો પણ ખૂબ જ પુષ્ટ થયા હતા. લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ તેમના પાપ-મિત્રો જરા પણ કરમાય એવી તો સ્થિતિ જ હતી નહિ. જેમ જેમ લાભ થતો હતો, તેમ તેમ તેઓ પણ પુષ્ટ જ થતા હતા અને તેઓના વશવર્તિપણાથી આ બીચારાઓ પણ વૃદ્ધિ પામતી ઇચ્છાથી રીબાતા જ જતા હતા. ક્રોડ સોનૈયા મલ્યા પછી, એ બે પાપ-મિત્રોના વશથી તેઓના અંતરમાં ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છા જન્મી અને તે ઇચ્છાના જન્મ સાથે તેને પોષી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાને માટે ક્રોડ સોનૈયા તો તેઓની પાસે હતા જ. ક્રૂરતાએ આપેલી સલાહ :
હવે ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છાથી, એ બન્નેના અંતરમાં રત્નભૂમિ પ્રત્યે જવાની ઇચ્છા જન્મી. આથી તેઓએ પોતા પાસે જે હતું તે સઘળું ય ઝહાઝમાં નાખ્યું. સઘળું ય ઝહાઝમાં નાખીને તેઓએ રત્નભૂમિ તરફ પ્રયાણ કર્યું. આ રીતિએ એક જ જાતના મિત્રોની પ્રેરણાથી રત્નભૂમિ તરફ પ્રયાણ કરવા તો બન્ને ય સમ્મત હતા અને એથી બન્નેય જણે સાથે જ પ્રયાણ પણ કર્યું : પણ આપણે જાણીએ છીએ કે-મોટાના બે મિત્રો હતા, ત્યારે નાના કુરંગને બે મિત્રો સાથે એક સખી પણ હતી, તે જેનું નામ ક્રૂરતા છે અને જેણી વૈશ્વાનર એટલે ક્રોધની દીકરી છે. એ સખીએ પોતાના સખા કુરંગનું