________________
૩૨૬
ચૌદ પુણસ્થાનક ભાગ-૨ પૂણ્યની મુડી વટાવી. પુણ્ય ખોયું અને ભયંકર પાપોની ખરીદી કરી. સંસારની પ્રવૃત્તિઓ મોટે ભાગે આવી હોય છે. લાભથી લોભની વૃદ્ધિઃ
લોભનો સ્વભાવ લાભથી વધવાનો છે, પણ ઘટવાનો નથી. લોભ અને પરિગ્રહનો અભિલાષ, એ જો લાભથી શમતા હોત, તો જગતની આવી કરૂણ દશાનું દર્શન ન થતું હોત પણ એ બે તો જેમ જેમ લાભ થાય, તેમ તેમ પ્રાયઃ વૃદ્ધિ જ પામતા જનારા હોય છે. લાભથી વૃદ્ધિ પામનારા એ બે જણા, લોભ અને પરિગ્રહાભિલાષની ગાઢ મૈત્રીના પ્રતાપે, બે હજારથી પાંચ હજારને પામેલા બન્યા તો પણ, સંતોષને પામી શક્યા નહિ. પાંચ હજાર સોનૈયાની મુડી થતાં, તેઓના હૈયામાં દસ હજાર સોનૈયા મેળવવાની ઇચ્છા જન્મી. ભયંકર પાપોના આસેવનથી તેઓને દશ હજાર સોનૈયા પણ મલ્યા. તે પછી ક્રમસર દશ હજારમાંથી વીસ હજારની, વીસ હજાર મલ્યા પછી ત્રીસ હજારની, ત્રીસ હજાર મલ્યા પછી ચાલીસ હજારની, ચાલીસ હજાર મલ્યા પછી પચાસ હજારની, પચાસ હજાર મલ્યા પછી સાઠ હજારની, સાઠ હજાર મલ્યા પછી સીત્તેર હજારની, સીત્તેર હજાર મલ્યા પછી એસી હજારની, એસી હજાર મલ્યા પછી નેવું હજારની અને અનેકાનેક પાપોના આસેવનથી તે પણ મલ્યા પછી, લાખ સોનૈયા મેળવવાની ઇચ્છા પણ તેઓના હૈયામાં જન્મી. પાપારંભોથી તેઓની તે ઇચ્છા પણ, પૂર્વના પુણ્યના પ્રતાપે, પૂર્ણ થઇ એટલે કે-એકલાખ સોનૈયાના પણ તેઓ સ્વામી થયા. ક્રોડ સોનૈયા મળવા છતાં તૃષ્ણા ન શમી :
આમ લાભથી તેઓનો લોભ વધતો જ ગયો. પુણ્યની મહેરબાનીથી જેમ જેમ લાભ મળતો ગયો તેમ તેમ મિત્ર બની બેઠેલા લોભ અને પરિગ્રહાભિલાષ પણ પુષ્ટ થતા ગયા. પુષ્ટ થયેલા એ બે પાપ-મિત્રોના પ્રભાવથી, તેઓની ઇચ્છા વૃદ્ધિ જ પામતી થઇ અને અંતે તેઓને એક ક્રોડ