________________
૩૨૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ લોભ અને પરિગ્રહાભિલાષ નામના બે ભયંકર દોષો, કે જે દુખનની ગરજ સારનારા છે, તેઓને મિત્ર માનવાની બુદ્ધિ એ કારમી બુદ્ધિ છે. આત્માના અનેક શત્રુઓને પ્રોત્સાહન આપનારા આ બે શત્રુઓ છે. આ બે શત્રુઓને જો શત્રુઓ તરીકે ન ઓળખાય, તો તે આત્માના મિત્ર જેવા બનીને આત્માના હિતનું કાસળ કાઢનારા છે. એવા કારમા શત્રુઓ કોઈ પણ પ્રકારે મિત્રો ન મનાઈ જાય, એની ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. પીગલિક પદાર્થોનો લોભ, એ ખરેખર પાપોનો બાપ જ છે. એ આત્માનો મિત્ર બને, તેની સાથે જ આત્મામાં પરિગ્રહનો અભિલાષ ઉગ્રપણે જન્મ્યા વિના રહેતો નથી. આ બન્ને ઉગ્રપણે આત્મા ઉપર સ્વામિત્વ મેળવે છે, પછી આત્મામાં સાચા સ્વામિઓને માનવાની લાયકાત રહેતી નથી. એવા આત્માઓ દેવ-ગુરૂની આજ્ઞાની કારમી અવગણના કરે, એમાં નવાઈ પામવા જેવું નથી. એવા આત્માઓ ઉપકારી માતા-પિતાની હિતકર આજ્ઞાની પણ ઉપરવટ થાય, એમાં કશું જ આશ્ચર્ય પામવાનું કારણ નથી. આપણે જોયું કે- “મદન” શેઠના પુત્રો એ શત્રુઓ રૂપ મિત્રોની પ્રેરણાથી જ, માતા-પિતાએ નિષેધ કરવા છતાં પણ, વેચવાનો માલ લઈને દ્રવ્યનું ઉપાર્જન કરવાને માટે દેશાન્તરમાં ચાલ્યા. મહાલોભ અને મહાપરિગ્રહનો અભિલાષ, આત્માને અતિ હીન કોટિનો પર્ણ નફફટ બનાવી શકે છે અને એથી તેવા આત્માઓ આ વિશ્વમાં પણ ફીટકારને પામનારા બની જાય છે. રસ્તામાં લુંટાવું અને પાને પહોંચવું?
હવે આપણે અહીં શું બને છે તે જોઈએ. પાપનો ઉદય પણ પોતાનું કાર્ય કર્યા વિના રહેતો નથી. પુણ્યનો ઉદય જેમ અનુકૂળતા કરી આપે છે, તેમ પાપનો ઉદય પ્રતિકૂળતા ઉભી કર્યા વિના રહેતો નથી. માતા-પિતાએ વારવા છતાં ધન કમાવાને માટે પરદેશમાં ચાલેલા તેઓને, અંતરાય કર્મના ઉદયથી રસ્તામાં ભિલ્લો મળ્યા. તે ભિલ્લોએ સાગર અને કુરંગની પાસે જે ધન હતું, તેમાંનું ઘણું ધન લુંટી લીધું. કમાવા જતાં પ્રથમ તો ગુમાવાનો પ્રસંગ ઉભો થયો. એકલા ઉદ્યમથી કાર્યસિદ્ધિ માનનારા ખરે જ અજ્ઞાન છે.