________________
ચોદ ગણાશક ભાગ-૨
૩૧૭ પરિગ્રહાભિલાષ ઉપર કાબૂ મેળવી શકે એ શક્ય નથી અને લોભ તથા પરિગ્રહાભિલાષ સાથે ગાઢ સમ્બન્ધ ધરાવનારાઓ ક્રૂરતાના સ્વામી બને, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. “સમરવિજય” નું ચારિત્ર આ જ વસ્તુનું સૂચક છે. સમરવિજયના આત્માએ લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા સાથે, આ “સમરવિજય” તરીકેના ભવમાં જ મૈત્રી સાધી છે એમ નથી, પણ તેની એ મૈત્રી ઘણી જ પુરાણી છે-એમ આપણે, શ્રી કીર્તિચન્દ્ર નરનાથના પ્રશ્નનો ખુલાસો કરતાં, પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ ગુરૂવારે કરેલા વર્ણન દ્વારા જાણી શકીએ છીએ. બે બાળકોને ત્રણનો મેળાપ ઃ
શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂમહારાજા ફરમાવે છે કે-વિદેહ ક્ષેત્રમાં “મંગલાવતી' નામના મંગલમય વિજયમાં “સૌગન્ધિક' નામનું એક નગર હતું. એ નગરમાં “મદન નામના એક શેઠનો પણ નિવાસ હતો. એ શેઠને બે પુત્રો હતા, જેમાંના એકનું નામ હતું- “સાગર” અને બીજાનું નામ હતું- “કુરંગ મદન શેઠના એ બે પુત્રો જ્યારે બાળવયમાં હતા, ત્યારે તે બન્ને પ્રથમ વયને ઉચિત એવી ક્રીડાઓ અહર્નિશ કરતા હતા.
એક વાર જ્યારે સાગર અને કુરંગ એ પ્રકારે બાલવયને ઉચિત એવી ક્રીડા કરી રહ્યા હતા, ત્યારે તેઓએ ત્રણ જણાને જોયાં. એ ત્રણમાં બે હતા બાલક અને એક હતી બાલિકા. એ ત્રણને જોઈને, સાગર અને કુરંગે પૂછયું કે- “તમે કોણ છો?”
આ પ્રશ્નના ઉત્તરમાં તે ત્રણમાંથી એક કહે છે કે- “આ વિશ્વમાં જગતના તલ ઉપર પ્રસિદ્ધ એવો “મોહ' નામનો રાજા છે. “મોહ નામના એ રાજાનો “રાગકેસરી' નામનો એક પુત્ર છે. નામ પ્રમાણે ગુણને ધરતો તે રાગકેસરી, વૈરી રૂપ હાથીના બચ્ચાને નસાડવામાં કેસરી સમાન છે. એવા પરાક્રમી “રાગકેસરી' નો હું પુત્ર છું. મારું નામ “સાગર” છે અને હું પણ મારા નામ પ્રમાણે સાગરની જેવા ઉંડા આશયને ધરનારો છું. મારી સાથે આ એક જે બાલક છે, તે મારો પુત્ર છે. મારા આ પુત્રનું નામ