________________
૩૧૮
ચૌદ વણસ્થાનક ભાગ-૨ ‘પરિગ્રહાભિલાષ છે અને તે સુંદર વિનયવાળો છે, અર્થાત-મારી આજ્ઞામાં વર્તનારો છે. હવે મારી સાથે આ જે બાલિકા છે, તે વૈશ્વાનરની પુત્રી છે. અને તેણીનું ‘ક્રૂરતા' એવું નામ છે.” બાલ-બાલિકાની ઉપમા દ્વારા લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા આદિનું વર્ણન:
આ વર્ણન ઉપરથી સમજી શકાય તેમ છે કે-આ વર્ણન ઉપમાથી કરવામાં આવ્યું છે. આ વાત બાહ્ય પાત્રોની નથી, પણ આંતરિક વાતોને જ આ રીતિએ વર્ણવવામાં આવી છે. આ વિશ્વમાં મોહનું આધિપત્ય જેવુંતેવું નથી. સંસારમાં લગભગ સર્વત્ર એનો વિસ્તાર છે અને એનું પ્રાબલ્ય એવું છે કે-એના આધિપત્યમાંથી મુક્ત બનવાને માટે આત્માને ખૂબ જ સત્ત્વશીલ બનાવવો પડે છે. સત્ત્વગુણને સારી રીતિએ પ્રગટાવ્યા સિવાય, મોહ” રાજાની સામે જંગ ખેલીને એના આધિપત્યમાંથી મુક્તિ મેળવી શકાય, એ શક્ય જ નથી. મોહરાજાનો પુત્ર “રાગકેસરી', મોહરાજાની આજ્ઞાની સામે થનારાઓને પરાસ્ત કરવાનો પ્રયત્ન કરવામાં કમીના રાખતો નથી. રાગકેસરીને હંફાવી, તેને હંમેશને માટે પોતાની પાસેથી હાંકી કાઢ્યા વિના કોઈ પણ આત્મા પોતાના સ્વાભાવિક સર્વજ્ઞપણાના ગુણને પ્રગટાવી શકતો નથી. મોહરાજાને પોતાના પુત્ર રાગકેસરીનો સહારો છે અને રાગકેસરીને પોતાના પુત્ર “લોભ” નો સહારો છે. દુનિઆમાં કહેવાય છે કે- ‘લોભને થોભ નહિ.' આથી જ લોભને સાગર તરીકે ઓળખાવ્યો છે. રાગકેસરીને ખાત્રી છે કે-જયાં સુધી મારા પુત્રને જીતી શકાવાનો નથી, ત્યાં સુધી મને આંચ આવવાની નથી અને જયાં સુધી મને આંચ નથી પહોંચી ત્યાં સુધી પિતાસ્વરૂપ મોહરાજાનું સામ્રાજય અખંડિત જ રહેવાનું છે. હવે લોભ પણ પોતાના ટકાવા માટે ઉપાય તો શોધે ને? મોહે ઉત્પન્ન કર્યો રાગને અને રાગે ઉત્પન્ન કર્યો લોભને, તો લોભે ઉત્પન્ન કર્યો પરિગ્રહાભિલાષને! પરિગ્રહનો અભિલાષ વધી ગયો, એટલે તેની પ્રાપ્તિ-રક્ષા આદિ માટે કાંઇ ક્રોધ આવ્યા વિના રહે? અને જ્યાં ક્રોધને ફાવટ મળે, એટલે ક્રૂરતા જભ્યા