________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૩૧૯ વિના રહે જ નહિ! વૈશ્વાનર, એ ક્રોધનું ઉપનામ છે અને અહીં ક્રૂરતાને તેની પુત્રી રૂપે જણાવેલ છે. ઉપમા દ્વારા કરવામાં આવેલું આ વર્ણન સારી રીતિએ સમજવા જેવું અને ખૂબ ખૂબ વિચારવા જેવું છે. મોહના સામ્રાજયમાંથી છટકવું એ સહેલું નથી. એ માટે ક્રૂરતાને તજવી જોઇએ, ક્રૂરતાને તજવા માટે ક્રોધને તજવો જોઇએ, ક્રોધને તજવા માટે પરિગ્રહાભિલાષને તજવો જોઇએ, પરિગ્રહાભિલાષને તજવા માટે લોભને તજવો જોઇએ, લોભને તજવા માટે રાગને તજવો જોઇએ અને રાગને તજવા માટે મોહથી મુક્ત બનવું જોઇએ-એમ આ વર્ણન ઉપરથી ધ્વનિત થાય છે. આ બધાનો સારી રીતિએ ત્યાગ થવો, એ એકદમ શક્ય નથી, છતાં અભ્યાસે અશક્ય પણ નથી. સુવિવેકપૂર્વક પ્રયત્નશીલ બનવામાં આવે, તો મોહરાજાના સામ્રાજયથી મૂકાવું એ શકય જ છે. નાનામાં નાની પણ ધર્મકરણી આ હેતુથી જ કરવાની છે. આ કથાના શ્રવણનો હેતુ પણ એ જ હોવો જોઇએ. રાગાદિ શત્રુઓ ઉપર વિજય સાધીને, એ શત્રુઓને હઠાવી સર્વથા દૂર કરવા, એ જ કલ્યાણકામી માત્રનું ધ્યેય હોવું જોઇએ. રાગને પ્રશસ્ત બનાવ્યા વિના રાણરહિત દશા પ્રાપ્ત થવાની નથી :
રાગ, એ કેસરીના જેવો પરાક્રમી જરૂર છે, પણ એ સ્વાર્થી છે. તમે એને તમારો બનાવી લો, તો એ તમને મોહના સામ્રાજયમાંથી મુક્ત બનાવવામાં મદદ કરે એવો છે.
સ. એ કેવી રીતિએ?
એ માટે રાગને મોક્ષસુખની દિશાએ વાળી લેવો જોઇએ. કરવું એ કે-વિષયસુખના રાગી મટી જવું અને મોક્ષસુખના રાગી બની જવું. વિષયસુખનો રાગ જાય અને મોક્ષસુખનો રાગ બની જાય, એટલે મોક્ષને પ્રાપ્ત કરાવનાર જે જે વસ્તુઓ છે, તે તે વસ્તુઓનો જ રાગ રહે પણ યાદ રાખવાનું છે કે-રાગ જયાં સુધી અમૂક અંશે નબળો ન પડે, ત્યાં સુધી આમ થવું એ શક્ય નથી. રાગ નબળો પડે ત્યારે જ એ વિષયસુખનો નહિ રહેતાં