________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૧૫ પ્રાપ્તિ થઈ જ ગઈ ! અને જે ભાગ્યના યોગે વિપુલ સંપત્તિઓ મળે પણ કેવળ અધર્મમાં જ રાચવાનું મન થાય એવું ભાગ્ય મળ્યું એટલે વસ્તુતઃ તો અનેકવિધ દુર્ભાગ્યોની જ પ્રાપ્તિ થઈ ! ધર્મની અવહીલના ક્રનારા શ્રીમંતોને પંપાળનારાઓથી સાવધ બનવાની જરૂર :
અહીં એ વાત પણ સમજવા જેવી છે કે-પ્રભુ શાસનના પરમાર્થને પામેલા ઉપકારી મહાપુરૂષો જ્યારે એમ ફરમાવે છે કે- “તે ભાગ્ય પ્રાયઃ સુલભ છે કે જે ભાગ્યના યોગે વિપુલ લક્ષ્મી મળે છે. ત્યારે તુચ્છ લક્ષ્મીને પામેલા અને એ તુચ્છ લક્ષ્મી મળી એટલા માત્રથી પણ મદોન્મત્ત બનેલા આત્માઓને પંપાળવાનું અને યેન કેન આગળ લાવવાનું કાર્ય પ્રભુશાસનના પરમાર્થને પામેલાઓ કરે ખરા? તુચ્છ લક્ષ્મીને પામવા માત્રથી ઘમંડી બની ગયેલા અને એ ઘમંડના પ્રતાપે શાસનની તથા સદ્ગુરૂઓ આદિની કારમી પણ અવહીલના કરતાં નહિ અચકાનારાઓને શાસનના આચાર્યાદિ ગણાતાઓ પંપાળે અને આગળ કરે, એ શું સૂચવે છે? એવા આચાર્યાદિ શાસનના સાચા ઉપાસકોને રંજાડવા અને શાસનના સિદ્ધાન્તોની છડેચોક અવહીલના કરાવવી-એ સિવાય બીજું કરનારા પણ શું છે? એવા આચાર્યાદિ લક્ષ્મીની અસારતાને સમજાવીને યોગ્ય આત્માઓને અપરિગ્રહના માર્ગે દોરી શકે એ શક્ય જ નથી : કારણ કે-એવા આચાર્યાદિની પાસે એવી વિચારણા કરાવનારું હૃદય પણ હોતું નથી અને કદાચ તેવું કાંઈ કહેવાનું મન પણ થઈ જાય તો ય તેવું કહેવાનું તેઓમાં સામર્થ્ય હોતું નથી. એવાઓ તો અવસરે અવસરે લક્ષ્મીમાં સારભૂતતા હોવાનું પણ વર્ણન કરે અને લક્ષ્મી મેળવવાની ઇચ્છાને પોષણ મળે તેવા પ્રકારનો ઉપદેશ પણ કરે. આજે આવું પણ બની રહ્યું છે અને એથી ધર્મશીલ આત્માઓએ આ વિષયમાં પણ સાવધગીરી કેળવવાની ખૂબ જ જરૂર છે. શ્રી જૈન શાસનના સાધુઓના મનમાં તો અર્થી આત્માઓને ધર્મ-બુદ્ધિવાળા અને ધર્મના આરાધનમાં સુસ્થિર બનાવવાની જ કામના હોય, એટલે તેઓની હરેક પ્રવૃત્તિ એવી જ