________________
૩૧૪
ચૌદ ગુણસ્થાનક સામ-૨
આદિ કરનારા બને છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તો સુવિવેકી છે, એટલે તેઓ તો સમરવિજયનાં કૃત્યોને અંગે પણ જે વિચારો કરે, તે એવા જ વિચારો કરે, કે જેથી વિરાગભાવ દ્રઢતર બનતો જાય. આથી જ અહીં કથાકાર-૫૨મર્ષિ ફરમાવે છે કે-ગુરૂવૈરાગ્યને ધરનારા બનેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના દિવસોને હવે વિરસપૂર્વક પસાર કરે છે. ગુરૂવરનો યોગ :
પરમપુણ્યશાલી એવા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ ભારે વૈરાગ્યથી જે સમયમાં દિવસોને વિરસપણે પસાર કરી રહ્યા છે, તે સમયમાં તે નગરીમાં ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની સમોસર્યા. વૈરાગ્યના સમયે પ્રવરજ્ઞાની ગુરૂવર્ધનો યોગ વિના પુણ્યે નથી મળતો, એ વાત સહેલાઇથી સમજાય એવી છે. ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની મુનિવર પધાર્યાના સમાચારથી, ગુરૂવૈરાગ્યને ધરનારા શ્રી કીર્તિચંદ્ર નામના નરનાથ અતિશય પ્રમોદને પામે, એ વાતમાં તો આશ્ચર્ય જ નથી. આવા પુણ્યાત્માઓ ગુરૂવરના આગમનથી, મયુર જેમ મેઘના આગમનથી નાચે છે તેમ, નાચી ઉઠે છે. ગુરૂદેવના આગમનથી થયેલા પ્રમોદથી પ્રમુદિત થયેલા શ્રી કીર્તિચંદ્ર નરનાથ પરિવાર સાથે ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની ૫૨મ ગુરૂદેવને નમસ્કા૨ ક૨વા માટે ચાલ્યા. ગુરૂવરની સેવામાં પહોંચેલ નરનાથ ઉચિત વન્દન આદિ ન ચૂકે, એ તો સ્વાભાવિક જ છે. ઉચિત સાચવી યોગ્ય સ્થાને બેઠેલ નરનાથ, પરમ ગુરૂવરે આપેલ ધર્મદેશનાનું શ્રવણ કર્યા બાદ, અવસરે પોતાના લઘુબંધુના ચરિત્રને પૂછે છે. આવા પુણ્યાત્માને પોતાના લઘુબંધુનું પાપચરિત્ર ખટકતું હોય એટલે જ્ઞાની ગુરૂવરનો યોગ મળતાં સહજ રીતિએ આવો પ્રશ્ન પૂછવાનું મન થાય.
પોષનાર ભાગ્યના યોગે વિપુલ લક્ષ્મીને મેળવનારા આત્માઓ ધર્મશીલ આત્માઓના અન્તરને આકર્ષી શકે નહિ તે સ્વાભાવિક જ છે. આપણને એમ લાગી જવું જોઇએ કે-જે ભાગ્યના યોગે ધર્મમાં મતિ થાય એવા ભાગ્યની પ્રાપ્તિ થઇ ગઇ, એટલે સર્વ સંપત્તિઓને આપનાર ભાગ્યની