________________
૩૧૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ગૂન્હો કરતાં તે પકડાતો અને રાજા પાસે હાજર કરાતો, ત્યારે ત્યારે રાજા તેને છોડી દેતા : એટલું જ નહિ, પણ રાજા તેને રાજય દ્વારા અભ્યર્થના કરતા એટલે કે-રાજય લેવાની પ્રાર્થના કરતા. એ અભ્યર્થના પણ સામાન્ય રૂપની નહિ, પણ ખૂબ આગ્રહપૂર્વકની કરતા હતા. રાજા વારંવાર આટઆટલી ઉદારતા દર્શાવતા, છતાં પણ તે સમરવિજય રાજયને લેતો પણ ન હતો અને પોતાની દુષ્ટ પ્રવૃત્તિને છોડતો પણ ન હતો. લોક્વાદનું રહસ્યઃ
તે કારણથી લોકવાદ એવો થયો કે ઉદરથી જન્મેલા સાદરો એટલે ભાઇઓમાં વિશેષતા કેટલી છે? એકમાં જ્યારે દુર્જનપણું અસદશ છે, ત્યારે એકમાં સુજનપણું અસદશ છે !
વાત પણ સાચી હતી કે-શ્રી કીર્તિચન્દ્ર નામના નરનાથ જેમ સુજનતા બતાવતાં નહોતા થાકતા, તેમ સમરવિજય પોતાની દુર્જનતા બતાવતાં પણ થાકતો ન હતો. આથી લોકને એમ લાગવું એ સ્વાભાવિક જ છે કે- “બે ભાઇઓમાં એક ભાઈ ઉત્તમ પુરૂષોમાં પણ પ્રવર છે, જયારે બીજો ભાઈ અધમ જ નહિ, પણ અધમ એવા પુરૂષોમાંય પ્રધાન છે. એકની ઉત્તમતા અજોડ છે અને બીજાની અધમતા અજોડ છે!”
સ. સમરવિજયની લુંટથી લોકને ત્રાસ થતો તો હશે જ, છતાં આ વિચાર?
જરૂર જો કે-આમ થવામાં અનેક કારણો છે. એક તો રાજાનું પુણ્યતેજ જેવું-તેવું નથી. બીજું રાજાનો પ્રજા પ્રત્યેનો વત્સલભાવ પણ અનુપમ છે. પ્રજાને હરકોઈ રીતિએ સુખી બનાવવાની અને પ્રજાના સુખને સુરક્ષિત રાખવાની રાજામાં તત્પરતા છે. ત્રીજું રાજા સમરવિજયને ભલે શિક્ષા નથી કરતા અને રાજય ગ્રહણ કરવાનો અવસરે અવસરે આગ્રહ કર્યા કરે છે, પણ સમરવિજય લૂંટચલાવવામાં ફાવી ન જાય એની તો તેઓ પૂરતી કાળજી રાખે જ છે. જો એમ ન હોત, તો તો રાજાના સામંતો દ્વારા સમરવિજય વારંવાર પકડાત શાનો? આ ઉપરાન્ત પૂર્વની પ્રજામાં પણ રાજા પ્રત્યે