________________
૩૧૧
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પક્કાવું અને વગર શિક્ષાએ છૂટવું
———
આવા લુંટારાને રાજાના સામન્તો પકડવાનો પ્રયત્ન કરે એ પણ સંભવિત છે. શ્રી કીર્તિચન્દ્ર નરનાથના સામંતોએ લુંટારૂ બનેલા તે સમરવિજયને કોઈ એક દિવસે પકડ્યો અને શ્રી કીર્તિચન્દ્ર રાજાની પાસે તેને હાજર કર્યો. આ વખતે પણ અક્રૂર સ્વભાવના સ્વામી એવા શ્રી કીર્તિચન્દ્ર રાજાએ એને શિક્ષા નહિ કરતાં મુક્ત કર્યો : રાજાએ સમરવજિયને મુક્ત કર્યો એટલું જ નહિ, પણ તેને રાજય ઉપર નિમંત્રિત પણ કર્યો. અર્થાત-શ્રી કીર્તિચન્દ્ર રાજાએ સમરવિજયને રાજ્યના સ્વામી બનવાનું નિમંત્રણ કર્યું, ઉદાર રાજાએ તો આ રીતિએ નિમંત્રણ કર્યું, પણ સ્વભાવે ક્રૂર એવા સમરની તો કોઈ દશા જ જૂદી હતી. રાજાએ તેને રાજ્ય ઉપર નિમંત્રિત કરવા છતાં પણ સમરવિજયે તો એ જ વિચાર્યું કે- “આ રાજ્ય મારે ગ્રહણ કરવું છે એ ચોક્કસ, પણ તે આ રીતિએ નહિ. મારે તો રાજયનું સ્વામિપણું બલાત્કારથી લેવું છે, પણ આપણે આપેલું લેવું નથી.” આ પ્રમાણે વિચારીને તે સમરવિજય ત્યાંથી પુનઃ પણ અન્યત્ર ચાલ્યો ગયો. કેટલી હદ સુધીની આ અધમતા અને તુમાખી છે? પણ ક્રૂરતાના સ્વામિઓને માટે આવું કશું જ અસંભવિત નથી. વારંવાર એની એ દશાઃ
હવે બલાત્કારથી રાજયને પડાવી લેવાને ઇચ્છતો સમર લુંટારૂ બનીને કોઈ વખત ખૂદ રાજાના દેહ ઉપર ધસી જતો એટલે કે રાજાને મારી નાખવાનો પ્રયત્ન કરતો, કોઈ વખત રાજાના ભંડાર ઉપર તેને લુંટી જવાને માટે આવી પહોંચતો અને કોઇ વખત દેશ ઉપર દેશને લુંટી લેવાના હેતુથી આવતો : પણ એ બીચારો ફાવતો નહિ અને પકડાઈ જતો. આમ છતાં પણ પૂર્વનું એવું કોઈ પાપાનુબંધી પુણ્ય લઈને એ આવેલો, કે જેથી તેના વડિલ બન્ધ રાજા તેને અતિ અદ્ભર સ્વભાવના અને એ જ કારણે ખૂબ જ ઉદારતા આદિ ગુણોના સ્વામી મલ્યા હતા. આથી જયારે જયારે ભયંકર