________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૨
૩૦૯ બને છે, એવા આ નિધિએ કરીને સર્યું! બધુઓને પણ વિના કારણે વૈરી બનાવનાર આ નિધિ મારે નહિ જોઈએ !” .
આ પ્રમાણે વિચાર કરીને શ્રી કીર્તિચન્દ્ર નરનાથ નિધિને ત્યાંનો ત્યાં જ રહેવા દઈને ચંપાનગરી તરફ વિદાય થયા. બે ભાઈઓ વચ્ચે આ કેવું જબ્બર અન્તર છે? એક ભાઈ નિધિ મેળવવાના લોભમાં ફસાઈને વડિલ ભાઇને હણવા તત્પર બને છે અને બીજા ભાઈ “આ નિધિ બધુઓને વિના કારણે વૈરી બનાવનાર છે' –એમ વિચારી, નિધિને તજી ચાલવા માંડે છે! બે ભાઈઓ વચ્ચેના આ અન્તરમાં કારણ શું છે? એ જ કે-એક ક્રૂર સ્વભાવનો છે અને બીજા અક્રૂરતાના સ્વામી છે. અધમ અને ઉત્તમ આત્માઓ વચ્ચે આ રીતિનું વિચાર, વાણી અને વર્તન-એ ત્રણેમાં આસમાન-જમીન જેવા પ્રકારનું અત્તર હોય છે. પાપના વશે નિધાન ન દેખાવો :
શ્રી કીર્તિચન્દ્રનરનાથ તો “બધુઓને વિના કારણે વૈરી બનાવનારઆ નિધિ છે એવો વિચાર કરીને, નિધિને લીધા વિના જ ત્યાંથી રવાના થઈ ગયા, પણ સમરવિજય ગયો નહિ. સમરવિજયને તો એ નિધિ મેળવવો હતો. આથી શ્રી કીર્તિચન્દ્ર નરનાથના ગયા બાદ સમરવિજયતે નિધાનવાળી જગ્યાએ ગયો, પણ બન્યું એવું કે-દેદીપ્યમાન રત્નોવાળો પણ તે નિધિ તેના જોવામાં આવ્યો નહિ. નિધાન ત્યાં ને ત્યાં જ વિદ્યમાન છે, પણ સમરવિજય એને જોઈ શક્તો નથી. નિધાનો પાપાત્માઓની દ્રષ્ટિમાં પણ નથી આવતા. નિધાનો પણ પુણ્યથી પ્રાપ્ય છે, પુણ્યશાલી રાજાના પુણ્યથી એ નિધિદ્રષ્ટિના પથમાં આવતો હતો. દ્રષ્ટિના વિષયમાં આણનાર પુણ્યવાન રાજા તો પધારી ગયા. હવે રહ્યા આ ભાઈસાહેબ એકલા અને આ ભાઈસાહેબ તો હતા ભમરોની શ્રેણિ સમાન શ્યામ પાપના સ્વામી ! ખરેખર, પોતાના શ્યામ પાપના વશથી જ, ત્યાં પડેલા એવા પણ નિધાનને પાપાત્મા અમર જોઈ શક્યો નહિ. સમરવિજયની ખોટી લ્પના :