________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૦૭ ભારને સ્વીકારે તો મારી વ્રત ગ્રહણ કરવાની અભિલાષા ત્વરાથી ફલવતી બને ! શ્રી કીર્તિચન્દ્ર નરનાથના આ જેવા-તેવા ઉમદા વિચારો નથી. નાના ભાઇને હણવા માટે તત્પર બનેલો જોઈને, તેને રાજય અને નિધિ સોંપી દેવા તત્પર બનવું તેમજ તે જો રાજ્યને ગ્રહણ કરે તો પોતે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા દેખાડવી, એ નાનીસુની વાત નથી ! પણ રખે ભૂલતા કેજે કોઈ ઉત્તમતા કેળવે તેને માટે આ અશક્ય વાત પણ નથી ! એ વાત ચોક્કસ છે કે-શ્રી કીર્તિચન્દ્રનરનાથ જેવી મનોદશા અક્રૂરતાને સ્વભાવસિધ્ધ બનાવ્યા વિના પ્રાપ્ત થવી એ કોઈ પણ રીતિએ શક્ય નથી એટલે આવી ઉત્તમ મનોદશાને પામવાને માટે ક્રોધાદિથી દૂષિત પરિણામોના ત્યાગમાં ખૂબ જ તત્પરતા કેળવવી જોઈએ. એ વાત પણ વિચારવા જેવી છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથને એકદમ વ્રત ગ્રહણ કરવાનો વિચાર શાથી આવ્યો હશે? અચાનક જ દીક્ષા ગ્રહણ કરવાની કુરણા થઈ આવી હશે? નહિ જ. આ જીવનમાં વ્રતધારી બનવાના મનોરથો તેમના હૈયામાં અવારનવાર ઉછાળા માર્યા કરતા હશે અને એથી જ આ તક મળતી જોઈને એમના મુખેથી એ વાત નીકળી ગઈ. રાજા હોવા છતાં પણ વ્રતધારી બનવાના મનોરથો ક્યારે જન્મ? ભોગસુખ હેય લાગે તો કે આનંદ આપનારું લાગતું હોય તો? ભોગસુખમાં રાચનારાઓના હૈયામાં વ્રતધારી બનવાના સાચા મનોરથો ઉલટે, એ વાત જ શક્ય નથી. ભોગસુખના લાલચુઓ પણ વ્રતધારી બને એ શક્ય છે, પણ તે દ્રવ્યથી-ભાવથી નહિ. જો એ લાલચથી ન મૂકાય તો અત્તે એમની દુર્દશા થાય, તો એ ય કોઈ અશક્ય વસ્તુ નથી. ભોગસુખની લાલસાને અને સાચા સંયમને મેળ કેવો? જેનામાં ભોગસુખની લાલસા હોય, તે સાચો સંયમી બની શકે જ નહિ. ભોગસુખની લાલસાને તજ્યા વિના સાચા સંયમી બની શકાતું જ નથી. સાચા સંયમી બનવાની અભિલાષાવાળાએ પહેલાં તો ભોગસુખને હેય સમજી લેવું જોઇએ. ભોગસુખને હેય સમજનારાઓ ભોગો ભોગવતા હોય તો ય એના ભોગવટામાં રાચતા ન હોય. આથી જ તેઓને માટે ભોગત્યાગ સુગમ બની જાય છે.