________________
ચૌદ ગુણસ્થાનક મામ-૨
૩૦૩
જવાનું મન થઇ આવ્યું. આવા સમયમાં રાજાઓને જલસ્થાનોમાં સહેલ કરવાની કુતૂહલવૃત્તિ થવી, એ બહુ મોટી વાત નથી. શ્રી કીર્તિચન્દ્ર નરનાથનું હૃદય પણ એવા કુતૂહલથી આકુલ બન્યું. આથી તેઓ પોતાના લઘુ બન્ધુ સમરવિજયને સાથે લઇને નદીના કિનારે આવ્યા. કુતૂહલાકુલ હૃદયવાળા શ્રી કીર્તિચન્દ્ર રાજા પોતાના ભાઇ સમરવિજયની સાથે એક નાવામાં આરૂઢ થયા એ બાકીના લોકો બીજી નાવડીઓ ઉપર ચઢ્યા. નાવડીઓ ઉપર આરૂઢ થઇને ચંપા નદીમાં નાવડીઓને ફેરવતા તેઓ ક્રીડામગ્ન બન્યા. પૂરના વેગથી ઘસડાતી નાવામાં રાજાએ દીર્ઘતમાલ નામની અટવીમાં પહોંચવું :
હવે બન્યું એવું કે-રાજા આદિ હજુ તો ક્રીડા કરી રહ્યા છે, ત્યાં તો ઉપરથી જલવૃષ્ટિ થઇ અને એ જલવૃષ્ટિના પ્રતાપે નદીમાં અતિ તીવ્ર વેગે અણધાર્યુ પૂર ચઢી આવ્યું. ચઢી આવેલા પૂરના અતિ તીવ્ર વેગથી રાજા આદિની નાવડીઓ જૂદી જૂદી દિશાઓમાં ઘસડાઇ જવા લાગી. નાવડીઓના ચાલાક કર્ણધારોએ નાવાઓને ગમે ત્યાં અને ગમે તેમ ઘસડાઇ જતી અટકાવવાના બહુ બહુ પ્રયાસો કર્યા, પણ નવા પ્રવાહના અતિ તીવ્ર વેગસામે તેઓ ફાવી શક્યા નહિ. તેમની મહેનત અફલ નિવડી અને નાવાઓ ગમે તેમ ઘસડાઇ જવા લાગી. આ વખતે નદીની અંદર રહેલા તેમજ નદીના તટે રહેલા પુરજનો પોકાર કરવા લાગ્યા ઃ કારણ કે-ખૂદ નરનાથની નાવા પણ ખરાબે ચઢી ગઇ હતી, પણ નગરજનો પોકાર કરતા જ રહ્યા અને રાજાની નાવા તો લોકની દ્રષ્ટિની પણ બહાર નીકળી ગઇ. નદીનું પાણી અટવીમાં પણ પથરાઇ ચૂક્યું હતું. રાજાની નાવ ઘસડાતી ઘસડાતી દીર્ધતમાલ નામની અટવીના પ્રદેશમાં આવી પહોંચી અને ત્યાં કોઇ એક વૃક્ષને લાગવાથી આગળ ઘસડાતી અટકી ગઇ. આ રીતિએ પોતાની નાવ અટકતાંની સાથે જ, રાજા પોતાના ભાઇ સમરકુમાર તથા કેટલાક પરિવારની સાથે નાવમાંથી ઉતર્યા અને પાણીના કિનારે વિશ્રામ લેવાને માટે પહોંચ્યા.