________________
ચૌદ ગુણસ્થાનક મામ-૨
૩૦૧
વસ્ત્રાદિને મલરહિત કરતા પણ સુમુનિઓ, સ્વચ્છ વસ્ત્રોથી કાયાને શોભાવવાના ઇરાદાવાળા હોતા નથી અને એથી સુમુનિઓ ન છૂટકે જ પોતાનાં વસ્ત્રાદિને મલરહિત કરવાને પ્રયત્નશીલ બનનારા હોય છે. આવા સુમુનિઓ સામાન્ય રીતિએ મલિન વસ્ત્રોને ધરનારા જ હોય, તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ નથી. આમ સુમુનિઓ જેમ મલિન વસ્ત્રોને ધરનારા હોય છે, તેમ ઘનસમય વાદળાંથી ઘેરાએલા આકાશવાળો હોય છે અને એથી પણ ઘનસમય આપેલી ‘સુમુનિ’ની ઉપમા વ્યાજબી ઠરે છે. સુમુનિ દયાળુ હોય છે અને
ઘનસમય પાણીવાળો હોય છે :
હવે આગળ ચાલતાં કથાકાર-પરમર્ષિ આચાર્યભગવાન સૂચવે છે કે-સુમુનિ જેમ સદય એટલે દયાવાન હોય છે, તેમ ઘનસમય પણસદક એટલે પાણીવાળો હોય છે. સુમુનિમાં દયા કેટલી અને કેવી હોય છે ? સુમુનિની દયામાંથી દયાપાત્ર એવો એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જન્તુ પણ બાકાત રહેતો નથી. ઉપરાન્ત સુમુનિની દયા તો સઘળા જ અનર્થોના મૂળભૂત કારણને સ્પર્શેલી હોય છે. સુમુનિના અન્તરમાં વસેલી દયા જેવી-તેવી નથી હોતી. સુમુનિઓનું અન્તઃકરણ અનુકમ્પાથી પરિપૂર્ણ હોય છે. સંસારના જીવો બાહ્યાભ્યન્તર સઘળાંજ અનિષ્ટોથી ૫૨ બને, એવી સુમુનિઓની ભાવના હોય છે. આશાવિહિતપણે અહિંસક રીતિએ પ્રવર્તતા સુમુનિઓ, આજ્ઞાવિહિત અહિંસામાર્ગનો જ પ્રચાર કરનારા હોય છે. એવા મહાત્માઓનું અહિંસક જીવન અને અહિંસામાર્ગના પ્રચારનો પ્રયત્ન, એ તેઓના સદયપણાને પણ જણાવનાર છે. આજે તો અહિંસા અને દયાના નામે પણ હિંસાના મૂળને જ પોષવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. સાચો અહિંસાજીવી દુન્યવી સત્તા કે સંપત્તિ આદિને માટે પ્રયત્નશીલ હોય, એ શક્ય જ નથી. સુમુનિપણા વિના ઉત્તમ કોટિનું અહિંસક જીવન જીવાવું એ શક્ય નથી અને રાજકીય ઉન્નતિનાં સ્વપ્રો સેવનારમાં સુમુનિપણાનો છાંટો હોવો એય સંભવિત નથી. દયાના દ્રવ્ય અને ભાવ બે પ્રકારો છે. ભાવદયાથી