________________
૩૦૨
ચોદ ગુણસ્થાનક ભાd-૨ પરાડમુખ બનેલાઓ, એટલું જ નહિ પણ અવસરે ભાવદયાની સામે રોષ ઠાલવનારાઓ, દ્રવ્યદયાને પણ સાચી રીતિએ ન કરી શકે અને દયાના નામે ય હિંસાને વધારી મૂકે, તો એ સ્વાભાવિક જ છે. આથી આજની અહિંસાની અને દયાની વિલક્ષણ વાતોથી પણ સાવધ બનીને ચાલવા જેવું
ભલાપણાને સ્વીકારનારા ઃ
આ પછી પાંચમા વિશેષણ તરીકે ઘનસમયને ભદ્રપદ નક્ષત્રવાળો જણાવતાં, કથાકાર-પરમર્ષિએ સુમુનિને ભદ્રપદ એટલે ભલાપણાને સ્વીકારનારા તરીકે જણાવ્યા છે. સુમુનિઓના ભલાપણાને માટે કાંઈ કહેવાપણું હોય જ નહિ. ભલાપણું તો સુમુનિઓના સ્વભાવની સાથે ઓતપ્રોત બની ગયું હોય છે. તેથી જ તો સુમુનિઓ સ્વયં કષ્ટ વેઠીને પણ અન્ય જીવોને પોતાના નિમિત્તે દુઃખ ન થાય તેવો તેમજ બીજાઓને પણ એ કલ્યાણ માર્ગે દોરવાનો શક્ય પ્રયત્ન કરી શકે છે. નાવામાં ચઢી ક્રીડા ક્રવા નીકળવું:
આ રીતિએ સુમુનિની ઉપમાથી ઉપમિત કરવાપૂર્વક કથાકારપરમેષિફરમાવે છે કે-એવો ઘનસમય એટલે વર્ષાકાલ આવ્યો. વર્ષાકાલના સમયમાં નદી આદિ જલસ્થાનો પાણીથી રેલમછેલ બની જવાં, એ વાત પુણ્યશાલિઓના સમયમાં સુસંભવિત છે. ચંપાનગરીની બહાર વહેતી નદી પણ, એ સમયમાં, છિદ્ર વિનાના પાણીના પ્રવાહથી અતિશય વેગે વહી રહી હતી. નદીમાં જ્યારે પાણીનું પૂર આવે છે, ત્યારે તેના પ્રવાહનો વેગ પણ વધી પડે છે. આ રીતિએ અતિશય વેગે વધી રહેલી નદી શ્રી કીર્તિચન્દ્ર નરનાથના જોવામાં આવી. શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના પ્રાસાદના ઉપરના ભાગમાં રહ્યા રહ્યા વર્ષાઋતુએ જન્માવેલા દ્રશ્યને જોતા હતા. એટલામાં છિદ્ર વિનાના પાણીના પ્રવાહથી પૂરજોસમાં વહેતી નદી તેમના જોવામાં આવી અને તેને જોતાની સાથે જ, તેમને તે નદીમાં સહેલ કરવા