________________
–
–
૩૦૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ – – – – - - - -
સ. બહુ સુંદર વાત કહી,
એવી જ રીતિએ બાકીનાં ચાર વિશેષણો દ્વારા પણ સુમુનિ અને ઘનસમય-ઉભયનું એકી સાથે વર્ણન કરવામાં આવ્યું છે. રજને શમિત ક્રનાર :
બીજું વિશેષણ એવું છે કે-તે રજને શમિત કરનાર હોય છે. વરસાદ ધૂળને શમાવે છે અથવા દબાવે છે, એ વાત તો તમને સમજાવવી પડે તેમ છે નહિ. હવે એ વાત સુમુનિને કેવી રીતિએ ઘટે છે એ જોઇએ. સુમુનિને અંગે આ વાત કર્મને આશ્રયીને વિચારણીય છે. બધ્યમાન કર્મને, બદ્ધ કર્મને અથવા તો એર્યાપથ કર્મને રજ કહેવાય છે. રાગના પ્રસરને હણનાર સુમુનિ, આ પ્રકારની રજને યોગ્યતા અને શક્યતાના પ્રમાણમાં શમિત કરનાર હોય એ સહજ છે. વૈરાગ્ય રસમાં ઝીલતા મુનિવરો અશુભ કર્મોને બાંધે નહિ અને પૂર્વબદ્ધ અનેક કર્મોને ખપાવે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. વીતરાગ એવા પણ મુનિ ખપાવવા લાયકને ખપાવે છે. આત્માને પાપરજથી બચાવવાની અને પૂર્વે લાગેલ પાપરાજથી મુક્ત બનાવવાની સુમુનિઓની કાળજી હોય જ છે, એટલે સુમુનિઓને “રજને શમિત કરનારા તરીકે પણ યથાર્થપણે જ વર્ણવી શકાય તેમ છે. સમનિઓ મલિન વસ્ત્રોવાળા હોય છે અને ઘનસમય મલિન આકાશવાળો હોય છે ?
સુમુનિ જેમ પાપરજને શમિત કરનાર હોય છે, તેમ ઘનસમય માર્ગની ધૂળને શમાવનાર હોય છે-એ વાતનું સૂચન કર્યા પછીથી, કથાકારપરમર્ષિ ફરમાવે છે કે ઘનસમય જેમ વાદળાંથી ઘેરાએલા આકાશવાળો હોય છે, તેમ સુમુનિ મલિન વસ્ત્રોને ધારણ કરનારા હોય છે. તેમ એ વાત તો જાણતા જ હશો કે-સુમુનિઓ વેષભૂષા આદિથી પર રહેનારા હોય છે. સુમુનિઓને સુન્દર દેખાવાના કોડ હોતા નથી. સુન્દર અને મુલાયમ વસ્ત્રાદિ પહેરવા-ઓઢવાનો સુમુનિઓને શોખ હોય નહિ. સુમુનિઓ તો આજ્ઞા મુજબનાં વસ્ત્રો આજ્ઞાવિહિત રીતિએ જ વાપરે. ભિક્ષાથી મેળવેલાં જરૂરી