________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૨૯૭ સ્થિરતા પામી વિશેષ વિશેષ ધર્મને પામે અને તેઓના પ્રાપ્ત ધર્મને બાહ્ય કે આભ્યન્તર શત્રુઓ આદિ દ્વારા હાનિ ન પહોંચે, એની ધર્માચાર્ય આદિએ કાળજી રાખવી જોઇએ. એ જ રીતિએ શ્રીસંઘના અગ્રેસરો આદિએ પણ, પોતાની ફરજ વિચારી તેનો શક્ય અમલ કરવાની ઉઘુક્તતા દાખવવી જોઇએ. કહેવડાવવું નાથ, નાથ તરીકેનાં માન-પાન લેવા અને યોગ-ક્ષેમ કરવાની પોતાની ફરજ તરફ બેદરકાર રહેવું, એ નાથ તરીકેનું ભયંકરમાં ભયંકર કલંક જ ગણાય. એવું નાથપણું તો સ્વપરનું તારક બનવાને બદલે કદાચ સ્વપરને કારમી રીતિએ ડૂબાવનારું પણ બની જાય. એટલે જેટલે જેટલે અંશે આપણે “નાથ”પણાને પામ્યા હોઇએ, તેટલે તેટલે અંશે “નાથ” તરીકે આપણી કયી કયી ફરજો છે તેનો અને તેના શક્ય અમલ આદિ માટેનો પણ આપણે વિચાર કરવો જ જોઈએ. સુજનો રૂપી મુદો માટે ચન્દ્ર સમાનઃ
શ્રી કીર્તિચન્દ્ર સાચા રૂપમાં નરનાથ હતા અને એથી જ તેઓ, સુજનો રૂપી કુમુદો એટલે ચન્દ્રવિકાસી કમલોનું જે વન, તેને વિકસિત કરવાને માટે ચંદ્રમા સમાન હતા, એવું તેમને માટે અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સુજનો રૂપી કુમુદોને માટે ચન્દ્ર સમાન બનવું, એ સહેલું નથી. નરનાથ તરીકેની યોગ્યતાને સંપાદન કર્યા વિના, કોઈ પણ રાજા સુજનો રૂપી કુમુદોને માટે ચન્દ્ર સમાન બની શકતો નથી. સુજનો તેઓ જ કહેવાય છે; કે જેઓ દુરાચારોથી પરાડમુખ રહે છે અને સદાચારોથી એક ડગલું પણ આવું ખસતા નથી. આવા સુજનોને તે જ રાજા સંતોષ અને આનંદ તેમજ વિકાસ પમાડી શકે, કે જે રાજા ઉત્તમ હૃદયને અને ઉત્તમ આચારોને ધરનારો હોય. સુજનો કેવળ વીર અગર વિજેતા રાજાને પામીને તોષ પામનારા હોતા નથી, પણ ન્યાયસંપન્ન, શીલસમૃદ્ધ અને કર્તવ્યપરાયણ રાજાને પામીને જ તોષ પામનારા હોય છે. આથી કોઈ પણ રાજાને માટે
જ્યારે એવું વર્ણન આવે કે તે રાજા સુજનો રૂપી કુમુદોના વનને માટે ચન્દ્રમાં સમાન હતા. એટલે સમજી જ લેવું રહ્યું કે-તે રાજા સાચા રૂપમાં યશસ્વી