________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૯૬
હતી અને તેમાં ઉત્તમ પુરૂષોનો નિવાસ પણ હતો. નરનાથ શ્રી કીર્તિયન્દ્ર :
આ જાતિની નગરીની આબાદી, સામાન્ય રીતિએ તેના માલિકની ઉત્તમતાની પણ સૂચક જ ગણાય છે. અધમ માલિકની છાયાવાળી નગરી કદાચ સમૃદ્ધ હોય, પણ ઉત્તમ પુરૂષોને સુખરૂપ નિવાસ તેમાં ન હોય. આ નગરીમાં તો સમૃદ્ધિની તેમજ સદાચારોની પણ આબાદી હતી અને રાજા પણ એવા હતા, કે જેમની માલિકીની નગરી આવી આબાદ હોય, તે સ્વાભાવિક જ ગણાય. એ નગરીમાં શ્રી કીર્તિચન્દ્ર નામે નરનાથ હતા. નાથ તે કહેવાય છે, કે જે યોગ અને ક્ષેમના કરનાર હોય. અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવી આપવી એને યોગ કહેવાય છે અને પ્રાપ્તનું રક્ષણ કરાય એને ક્ષેમ કહેવાય છે. જેઓના નાથપણાને સ્વીકાર્યું, તેઓને નિર્વાહ અને ઉન્નતિસાધના આદિ માટે જે જે આવશ્યક હોય, તેની પ્રાપ્તિ ન થઇ હોય તો પ્રાપ્તિ કરાવી દેવી અને પ્રાપ્તિ થઇ હોય તો તેના સંરક્ષણની કાળજી રાખવી, એ નાથપણાને પામેલા આત્માઓની ફરજ છે. આ રીતિએ યોગ અને ક્ષેમને નહિ કરનારાએ સાચા રૂપમાં નાથ બની શકતા નથી. યોગ અને ક્ષેમને નહિ કરનારાઓ નાથ હોય અગર પોતાને નાથ કહેવડાવતા હોય, તો પણ તેઓ નામના જ નાથ છે અને નાથપણાને કલંકિત કરનારા છે. પ્રજાના યોગ અને ક્ષેમને કરનાર જ નરનાથ કહેવાય અને શ્રી કીર્તિચન્દ્ર રાજા, નામના જ નહિ પણ અર્થસંપન્ન નરનાથપણાને ધરનારા હતા. નાથ બનનારની ફરજ ઃ
યોગ અને ક્ષેમને કરવાપણાની વાત કેવળ રાજાઓને અંગે જ નથી. જ્યાં જ્યાં થોડા કે વધુ પ્રમાણમાં ‘નાથ’ પણું હોય, ત્યાં ત્યાં સર્વત્ર આ વસ્તુ હોવી ઘટે. જે જેનો નાથ હોય, તેણે તેના આશ્રિત આદિના યોગ અને ક્ષેમને ક૨વા માટેની તત્પરતા દાખવવી જ જોઇએ. ધર્મસામ્રાજ્યમાં ‘નાથ’ પણાને ભોગવતા આચાર્યાદિએ ધર્મી જગતના યોગ અને ક્ષેમ તરફ કાળજી રાખવી જ જોઇએ. ધર્મના અર્થી આત્માઓ ધર્મને પામે, ધર્મને પામેલાઓ