________________
૨૪૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ અપેક્ષાએ અજ્ઞાન (અલ્પજ્ઞાન) અર્થને જણાવનાર છે એટલે જે જીવ વિસ્તારથી તત્ત્વોને જાણતો નથી, તો પણ જો ઉત્કૃષ્ટ ભાવથી શ્રી વીતરાગપ્રણીત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા રાખે, તો તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ તે તત્ત્વ કહેવાય છે. વળી આપણને સર્વજ્ઞ કહેલા ધર્મ ઉપર તેમજ સર્વશે કહેલી દરેક વાત ઉપર દ્રઢ રાગ અને વિશ્વાસ છે, એમ આપણું મન ખાત્રી આપતું હોય અને આસ્તિક, અનુકંપા ઇત્યાદિ સમ્યક્ત્વના ૬૭ લક્ષણોમાંના લક્ષણો વર્તતા હોય, તો વ્યવહારથી એમ માની શકીએ કે-આપણને વ્યવહાર સમ્યકત્વ છે. પરંતુ નિશ્ચય સમ્યક્ત્વ (વસ્તુતઃ સમ્યત્વ) છે કે નહિ ? તે વાત તો સર્વજ્ઞજ જાણે : પરંતુ આપણે છદ્મસ્થ જાણી શકીએ નહિ, તેમજ શુદ્ધ ધર્મ ઉપર રાગ માત્રથી નિશ્ચય સમ્યકત્વ હોઇ શકતું નથી. સર્વજ્ઞ કહેલા પદાર્થના અનન્ત ભાવોમાંથી એકજ ભાવ ઉપર પણ અવિશ્વાસ આવતો હોય અને શેષ સર્વ અનન્ત ભાવ ઉપર વિશ્વાસ બેસતો હોય, તો પણ સખ્યત્વ હોતું નથી. વળી સર્વ વાત ઉપર વિશ્વાસ હોયતે પણ દર્શનમોહનીય કર્મનું આવરણ ખસવાથી થયેલ હોય તો જ નિશ્ચયથી સમ્યક્ત્વ હોઇ શકે, અન્યથા તે કર્મનું આવરણ ખસ્યા વિના બાપદાદાની રૂઢી ઇત્યાદિક કારણથી થયેલો જે રાગ તે નિશ્ચય સમ્યક્ત્વરૂપ નથી, અને તે દર્શનમોહનીય કર્મનું આવરણ ખસ્યું છે કે નહિ તે સર્વજ્ઞ જાણી શકે છે, પણ આપણા સરખા અભજ્ઞાની જીવો જાણી શકે નહિ. માત્ર ધર્મ ઉપર રાગ છે એટલું સ્થૂલ બુદ્ધિએ જાણી શકાય, તેથી નિશ્ચયપૂર્વક સમ્યક્ત્વ ઉત્પન્ન થયું છે કે નહિ તે આપણે જાણી શકીએ નહિ. પ્રશમાદિ લક્ષણ સમ્યક્ત્વનું જે બતાવેલ છે, તે પણ ઉપરના આત્મપરિણતિ રૂપ આશયવાળા અર્થથી સંગત થાય છે. જૈન-પ્રક્રિયા :
સમ્યગદર્શન પ્રાપ્ત કરવાના સાધનો સંબંધી વિચાર કરીએ