________________
૨૯૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ર્વેિતજ પ્રથમનું સંસારના કારણરૂપ અને ભવના બીજરૂપ એવું જે કુજ્ઞાન, તેજ પલટાઇને આત્માને પરમ દુઃખના કારણ રૂપે એવા સર્વ પ્રતિબંધથી રહિત મુક્ત થવામાં હેતુરૂપ થાય છે અર્થાત્ સમ્યપણે પરિણમે છે. જે જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણું વર્તતું હતું, તે અનાદિ એવા ઉપરોક્ત પચીસ દોષ જવાથી નિર્મળ શ્રદ્ધાન થઇ સમ્યકપણું-યથાર્થપણું પ્રાપ્ત કરાવે છે.
જીવ, અજીવ, આશ્રવ (પુણ્ય-પાપ), બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોનો યથાવત્ નિશ્ચય આત્મામાં તેનો વાસ્તવિક પ્રતિભાસ તેજ “સમ્યગદર્શન' છે. પંડિત અને બુદ્ધિમાન મુમુક્ષુને મોક્ષ સ્વરૂપ પરમ સુખસ્થાને નિર્વિઘ્ન પહોંચાડવામાં એ પ્રથમ પગથીયારૂપ છે. અર્થાત્ મોક્ષ મહાલયની નીસરણીનું ખાસ પગથીયું સમ્યગદર્શન છે. જ્ઞાન, ચારિત્ર અને તપ-એ ત્રણે સભ્યત્વ સહિત હોય તોજ મોક્ષને માટે સરળ છે, વંદનીય છે, કાર્યગત છેઃ અન્યથા તેજ (જ્ઞાન, ચારિત્ર અને તપ) સંસારના કારણરૂપ પણેજ પરિણમે જાય છે. ટુંકામાં સમ્યક્ત્વ રહિત જ્ઞાન તેજ અજ્ઞાન, સમ્યક્ત્વ રહિત ચારિત્ર તેજ કષાય અને સમ્યક્ત્વ વિનાનું તપ તેજ કાયક્લેશ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ-એ ત્રણે ગુણોને ઉજ્વળ કરનાર એવી એ સભ્યશ્રદ્ધા પ્રધાન આરાધના છે, બાકીની ત્રણ આરાધના એક સમ્યક્ત્વના વિધમાનપણામાંજ આરાધકભાવે પ્રવર્તે છે. એ પ્રકારે સભ્યત્વનો કોઇ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી, તે કલ્યાણ મૂર્તિરૂપ સમ્યગદર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે સમયે સમયે આરાધવા યોગ્ય છે.
આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમાવગાઢ-એમ સમ્યકત્વના દશ ભેદ પણ છે.
હેય-ઉપાદેય તત્ત્વોનો વિવેક કરતાં-વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યગદર્શન વાસ્તવિક તો એકજ પ્રકારે છે.