________________
III
|-૨
૨૯૩
ધર્મક્રિયાઓ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાંય સહાયક બની શકે છે :
સમ્યગ્દર્શન એટલે શું ? સાચું તત્ત્વદર્શન, એ સમ્યગ્દર્શન છે. જે જેવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે જ જોવાની અને માનવાની આત્માની જે લાયકાત, તેનું નામ છે-સમ્યગ્દર્શન. રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિ ભેદાયા પછીથી જ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકે છે. આત્માના પોતાના રાગ અને દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિ ભેદાયા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ શકતી નથી. રાગ અને દ્વેષના ગાઢ પરિણામો આત્માને પદાર્થના સાચા જ્ઞાનને પામવા દેતા નથી તથા જે કાંઇ સાચો ખ્યાલ આવ્યો હોય તેમાં સુનિશ્ચિત બનવામાં અંતરાય કરે છે. સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાં, આત્માને હેચોપાદેયનો હેચોપાદેય તરીકેનો ખ્યાલ આવે છે અને તે ખ્યાલમાં તે સુનિશ્ચિત હોય છે. આથી જ, તત્ત્વના શ્રદ્ધાનને જેમ સમ્યગ્દર્શન કહેવાય છે, તેમ કુદેવ-કુગુરૂ-કુધર્મના ત્યાગ પૂર્વકનો સુદેવ-સુગુરૂ-સુધર્મનો જે સ્વીકાર, એને પણ સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વના સ્વરૂપનો સાચો ખ્યાલ પામીને, તેમાં સુનિશ્ચિત બનવાની આત્માની જે લાયકાત, તે સમ્યગ્દર્શન ગુણની અપેક્ષા રાખે છે. આ સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં પણ સાચા બહુમાનપૂર્વકની ધર્મક્રિયાઓ સુંદર જ્ઞળો આપે છે. ધર્મક્રિયાઓમાં દેવ-ગુરૂ-ધર્મની જ ઉપાસના હોય છે. એ ઉપાસના, તેના ઉપાસકને દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપનું જ્ઞાન મેળવવાને પ્રેરે છે. ધર્મક્રિયાઓને આચરનારની આંખ સામે મુખ્યત્વે દેવ, ગુરૂ અને ધર્મચારી આત્માઓ હોય છે. દેવની પૂજા કરતાં દેવના સ્વરૂપ વિષે, ગુરૂની સેવા કરતાં ગુરૂના સ્વરૂપ વિષે અને બીજી ધર્મક્રિયાઓ કરતાં ધર્મના સ્વરૂપ વિષે તેમજ એ બધામાં પોતાના સ્વરૂપ વિષે વિચારણા આદિ કરવાની પણ સુન્દર તક