________________
ચૌદ ગુણસ્થાનક મામ-૨
૨૯૧
પરંતુ આજ્ઞા આદિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની અપેક્ષાથી વિચાર કરતાં તે દશ પ્રકારે પણ છે.
શાસ્ત્રાભ્યાસ વિના માત્ર શ્રી વીતરાગદેવની આજ્ઞા તથા તેમનાં વચનો સાંભળ્યા પછી થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ અથવા આપ્ત પુરૂષની આજ્ઞાના અવધારણરૂપ જીવની દશા વિષેશતારૂપ પરિણતી તે ‘આજ્ઞા સમ્યક્ત્વ' છે : વીતરાગ સર્વજ્ઞદેવ પ્રણીત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના માત્ર બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મોક્ષમાર્ગ-તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું તે ‘મોક્ષમાર્ગસમ્યક્ત્વ' છે, અથવા પ્રત્યક્ષ બોધ સ્વરૂપ પુરૂષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિક્ય પરિણતી થવી એ પણ માર્ગસમ્યક્ત્વ છે. શ્રી તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરૂષોના ઉપદેશથી દ્રષ્ટિ (શ્રદ્ધા)ની વિશુદ્ધતા થવી એ * ઉપદેશસમ્યક્ત્વ' છે અથવા તે આપ્ત ભગવાન પ્રણીત શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિયુક્ત આસ્થારૂપ જીવની દશા તે પણ ઉપદેશસમ્યક્ત્વ છે.
મુનિઓના આચારાદિ વિધાનોને વિદિત કરનારાં એવાં આચારાદિ સૂત્રો સાંભળી જે શ્રી વીતરાગ ભગવાન પ્રણીત નિગ્રંથ માર્ગ પ્રત્યે મહત્ત્વપૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિક્ય પરિણતિ થાય તે ‘સૂત્રસમ્યક્ત્વ' છે ઃ જ્ઞાનના કારણરૂપ બીજ ગણિતના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ અને કઠણ છે જેને જાણવાની ગતિ એવું તત્ત્વશ્રદ્વાન તે ‘બીજસમ્યક્ત્વ' છે : સંક્ષેપતાપર્વક થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ જીવની દશાવિશેષતા તે ‘સંક્ષેપસમ્યક્ત્વ' છે. ઉક્ત સંક્ષેપસમ્યક્ત્વના સંબંધમાં જિનાગમમાં ઘણાં દ્રષ્ટાંતો છે.
.
.
દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મળ તત્ત્વશ્રદ્ધાનરૂપ દશા તે ‘વિસ્તારસમ્યક્ત્વ' છે ઃ નિગ્રંથ વીતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કોઇ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન