________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૮૯ બાહ્ય નિમિત્તપૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અર્થાત્ નૈમિત્તિક સમ્યગદર્શન કર્યું છે : અથવા તે સભ્યશ્રદ્વાન ત્રણ પ્રકારે પણ કહ્યું છે. દર્શનમોહ પ્રકૃતિના ઉપશમથી થાય તે ઓપશમિક, ક્ષયથી થાય તે ક્ષાયિક અને ક્ષયોપશમથી થાય તે ક્ષાયોપથમિક સમ્યગદર્શન છે : અથવા તે સમ્યક્રશ્રદ્વાન દશ પ્રકારે પણ કહ્યું છે. તે દશ પ્રકાર આગળ કહીશું. દેવમૂઢતા, શાસ્ત્રસમૂહતા અને લોકમૂઢતા-એ ત્રણ મૂઢતા : જાતિ, કુલ, રૂપ, બળ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય-એ આઠ મદ : શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મુકદ્રષ્ટિ, અનુપગુહન, અસ્થિરિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના એ આઠ દોષ : અને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર એ ત્રણ તથા એ ત્રણને ધારણ કરવાવાળા છ અનાયતન, (બીજી રીતે છ અનાયતન આ પ્રમાણે પણ ગણાય. ૧- અસર્વજ્ઞ, ૨- અસર્વજ્ઞનું જ્ઞાન, ૩- અસર્વજ્ઞનું સ્થાન, ૪અસર્વજ્ઞના જ્ઞાન સહિત પુરૂષ, ૫- અસર્વજ્ઞનું આચરણ, ૬અસર્વજ્ઞના આચરણ સહિત પુરૂષ-એ પણ છ અનાયતન છે.) એ રીતે ત્રણ મૂઢતા, આઠ મદ, આઠ દોષ અને છ અનાયતન એ પચીસ દોષ આત્માની સમ્યફશ્રદ્ધામાં વિજ્ઞ કરનાર દોષો છે. એ પચીસ દોષથી રહિત યથાતથ્ય નિર્મળ શ્રદ્ધાન જે આત્માને છે તેજ “સખ્યદ્રષ્ટિ' છે. એ દોષો સમ્યક્ત્વનો કાં તો નાશ કરે છે અથવા તેને મલિન કરે છે. ઉપર સમ્યક્ત્વના બે, ત્રણ અને દશા આદિ ભેદ વર્ણવ્યા છે, પણ તે કારણોના ભેદને લઇને છે. વાસ્તવ્ય તો સમ્યક્ત્વ એકજ પ્રકારે છે. (યથા-તciાર્થ દ્વાન સન્માદ્રર્શનમ્) શમ, સંવેગાદિ ગુણોના નિર્મળપણાથી તે સમ્યફશ્રદ્વાન વર્ધમાન થાય છે અથવા તે સભ્યશ્રદ્ધાનથી શમ, સંવેગાદિ નિર્મળતા વધે છે. કુમતિ, કુશ્રુતિ અને વિભંગાવધિ-એ ત્રણ જીવના અનાદિ અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનમાં શુદ્ધતા પ્રગટાવનાર એ સમ્યગુદર્શન છે. અર્થાત્ સમ્યકત્વ પ્રગટ થતાં