________________
૨૯૨
ચૌદ ગુણસ્થાનક મામ-૨
થયેલી જે તત્ત્વાર્થ દ્રષ્ટિરૂપ દશા તે ‘અર્થસમ્યક્ત્વ' છે. અંગ અને અંગબાહ્ય વીતરાગ પ્રણીત શાસ્ત્રો તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વશ્રદ્ધા તે ‘અવગાઢસમ્યક્ત્વ' છે અને કેવલજ્ઞાનોપયોગ વડે અવલોકીત જે તત્ત્વાર્થશ્રદ્ધા તે ‘પરમાવગાઢસમ્યક્ત્વ' છે. એમ એક સમ્યગ્દર્શન પરિણતિને ઉત્પન્ન થવાના ઉપરોક્ત દશ નિમિત્તોના યોગે તે સમ્યક્ત્વભાવના પણ ઉપર કહ્યા તેવા દશ ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્ત્વાર્થશ્રદ્ધા તો એકજ પ્રકારની હોય છે.
ચાર આરાધનામાં સમ્યક્ત્વ આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ ? તેનું સમાધાન કરે છે.
“આત્માને મંદ કષાયરૂપ ઉપશમભાવ, શાસ્ત્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર અને અનશનાદિ રૂપ તપ, એનું જે મહપણું છે તે સમ્યક્ સિવાયમાત્ર પાષાણબોજ સમાન છે, આત્માર્થ ફ્ળદાતા નથી. પરંતુ જો તેજ સામગ્રી સમ્યક્ત્વ સહિત હોયતો મહામણિ સમાન પૂજનીક થઇ પડે, અર્થાત્ વાસ્તવ્ય ફ્ળદાતા અને ઉત્કૃષ્ટ મહિમા યોગ્ય થાય.”
પાષાણ તથા મણિ એ બંને એક પત્થરની જાતિનાં છે. અર્થાત્ જાતિ અપેક્ષાએ તો એ બંને એક છે, તો પણ શોભા, ઝલક આદિના વિશેષપણાને લઇને-મણિનો થોડો ભાર ગ્રહણ કરે તો પણ ઘણી મહત્ત્વતાને પામે, પણ પાષાણનો ઘણો ભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટ રૂપજ થાય છે. તેવીજ રીતે મિથ્યાત્વક્રિયા અને સમ્યક્ત્વક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ તો એક્જ છે. તથાપિ અભિપ્રાયના સત્-અસત્પણાના તથા વસ્તુતત્ત્વના ભાનબેભાનપણાના કારણને લઇને મિથ્યાત્વ સહિત ક્રિયાનો ઘણો ભાર વહન કરે, તો પણ વાસ્તવ્ય મહિમાયુક્ત અને આત્મલાભપણાને પામે નહિ પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પ ક્રિયા પણ યથાર્થ
આત્મલાભદાતા અને મહિમા યોગ્ય થાય.