________________
૨૮૮
થાક ભાd-૨
બધાના સ્વરૂપ માટે અન્ય ગ્રંથો જોવા.
ઉપર્યુક્ત સમ્યક્ત્વના કિચિંતુ પ્રકારો સ્થૂલરૂપે જે બતાવવામાં આવેલા છે, તે પૂર્વે જણાવેલ યથાપ્રવૃત્યાદિ કરણત્રયપૂર્વક ગ્રંથિભેદ થયેલી અર્થાત્ દર્શનમોહનીય કર્મનું આવરણ ખસેથીજ હોઇ શકે કે માની શકાય. શાસ્ત્રમાં સમ્યકત્વના અનેક પ્રકારો જણાવી તેના જે સ્વરૂપો બતાવ્યા છે, તે તો ગ્રંથિભેદ થવાના સાધનો અર્થાત કારણો છે અને કારણમાં કાર્યનો ઉપચાર કરી સમ્યકત્વ તરીકે ઓળખાવેલા હશે એમ સમજાય છે. આ બધા અનેક પ્રકારે બતાવેલા સમ્યકત્વો ગ્રંથિભેદ વિનાજ સમકિત તરીકે ઓળખાવવામાં કે એટલેથીજ સંતોષ ધરવામાં આવે, તો. જીવનો કદાપિ કાળે મોક્ષ થાયજ નહિ અને એ વિનાનું સખ્યત્વ તે વસ્તુતઃ સમ્યક્ત્વ ન લખી શકાય.
સંસારમાં પરિભ્રમણ કરતા દરેક વસ્તુ અનેકવાર પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યગ્દર્શન પામવું અત્યંત દુર્લભ છે, અને તેજ હેતુથી તેને રત્નની ઉપમા આપવામાં આવેલી છે. છેવટે સર્વ સંપત્તિઓનું નિદાન અને જ્ઞાનનું કારણ પણ એક સમ્યગદર્શન છે. એ પ્રમાણે મોક્ષરૂપી કલ્પવૃક્ષના બીજ સમાન સમ્યગદર્શનનું કાંઇક સ્વરૂપ ગ્રંથાધારે જણાવ્યું.
પરમ પુરૂષ આપ્ત પરમાત્માએ સુખાભિલાષી પુરૂષોના હિતાર્થે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમ્યગ્રતાએ ચારે ઉત્તમ આરાધનારૂપ ધર્મસુખ-પ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા-ઉપદેશ્યા છે. તેમાં સમ્યગ્દર્શન આરાધનાનું કિંચિત સ્વરૂપ માત્ર જણાવવામાં આવે છે. 1. વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદહવું તે સમ્યગદર્શન છે. એ સમ્યગદર્શન બે પ્રકારે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશ્ય છે. એક ઉપદેશાદિ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગજ અર્થાત સ્વાભાવિક સમ્યગદર્શન અને બીજું ઉપદેશાદિ