________________
સાસ્વાદ હોય છે, પરંતુ
૨૮૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સાસ્વાદન સમ્યક્ત્વ સાસ્વાદન નામના બીજા ગુણસ્થાનકમાં જ હોય છે, પરંતુ ત્યાંથી આગળ કે પાછળના ગુણસ્થાનકમાં નહિ જ. ઓપશમિક સમ્યક્ત્વ અવિરત સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનથી લઇને ઉપશાન્તમોહ નામના અગીઆરમાં ગુણસ્થાન પર્યંત-એમ આઠ ગુણસ્થાનકો સુધી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અવિરત સખ્યદ્રષ્ટિનામક ચોથા ગુણસથાનકથી લઇને તે છેક અયોગિ કેવલીનામક ચૌદમા છેલ્લા ગુણસ્થાનક સુધી અર્થાત એકંદર અગીયાર ગુણસ્થાનકો પર્યતા હોય છે. (અને ત્યાર પછી મુક્તાવસ્થામાં પણ વિદ્યમાન હોય છે.) ક્ષાયોપથમિક સમ્યકત્વ અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત અર્થાત્ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા-એ ચાર ગુણસ્થાનકોમાં જ હોય છે, પરંતુ ત્યાંથી આગળના કે પાછળના ગુણસ્થાનકોમાં તેનો સંભવ નથીજ. સમ્યક્તની સ્થિતિ :
સમ્યક્ત્વની સ્થિતિ' નો અર્થ એ છે કે-કયું સમ્યક્ત્વ કેટલા વખત સુધી રહેનારું છે. આ સ્થિતિના જઘન્ય (ઓછામાં ઓછી) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) -એમ બે પ્રકારો પડે છે. હવે તેમાં સાસ્વાદન સમ્યક્ત્વની જઘન્ય સ્થિતિ એક સમયની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તો છ આવલિની છે. પથમિક સમ્યક્ત્વની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિઓ અંતમુહૂર્તની જ છે. ક્ષાયિક સમ્યક્ત્વની જઘન્ય સ્થિતિ, અંતર્મુહૂર્તની છે, જ્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગરોપમથી કંઇક અધિક છે. (આ સિવાયની અપેક્ષાએ અર્થાત્ મુક્તાવસ્થા આશ્રીને તો તેની સ્થિતિ અનંતકાળની છે, કેમકે-આ સમ્યક્ત્વ અવિનાશી છે.) ક્ષાયોપથમિક સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને