________________
ચૌદ ગુણસ્થાનક માd-૨
૨૮૫ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીચ. આ સાત પ્રકૃતિઓ પૈકી પૂર્વની છ પ્રકૃતિઓ સર્વથા ક્ષચ કર્યા બાદ સાતમી પ્રકૃતિને ખપાવતાં ખપાવતાં અર્થાત તેનો ક્ષય કરતી વેળાએ, જ્યારે તે પ્રકૃતિમાંના છેલ્લા પુદ્ગલનો ક્ષય કરવાનો બાકી રહે, તે સમયનું સમ્યક્ત્વ “વેદક' સમ્યકત્વ કહેવાય છે. બીજા શબ્દમાં કહીએ તો આગળ બતાવી ગયેલા અશુદ્ધ, મિશ્રા અને શુદ્ધ-એવા ત્રણ પુંજોમાંના પ્રથમના બે પુંજો ક્ષીણ કર્યા બાદ શુદ્ધ પુજના છેલ્લા ગ્રાસને વેદતી વેળાના સમ્યકત્વને “વેદક’ કહેવામાં આવે છે. આવું સમ્યક્ત્વ આખા સંસારમાં એક જ વાર મળે છે અને તે પછી તો તરતજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ભવ્યપ્રાણીને ક્યું સમ્યક્ત વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત થઇ શકે ?
ઉપર જોઇ ગયા તેમ અનાદિકાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ સખ્યત્વ પામ્યા પછીથી મોક્ષે જાય, ત્યાં સુધીમાં વધારેમાં વધારે તેને અર્ધપગલપરાવર્તનથી કંઇક ન્યૂન કાળપર્વત આ સંસારરૂપી કેદખાનામાં સંડ્યા કરવું પડે. હવે આવો કોઇક જીવ ઉપર્યુક્ત પાંચ પ્રકારના સમ્યક્ત્વમાંથી કયું સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત કરે તે વિચારવામાં આવે છે. ઉપશમ તેમજ સાસ્વાદન સમ્યક્ત્વ તો વધારેમાં વધારે પાંચ વાર અર્થાત એક તો પ્રથમ સમ્યકત્વ મળવાના સમયે અને ત્યાર બાદ તો ચાર વાર ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકંદર પાંચા વાર જ પામી શકાય, જ્યારે વેદક અન ક્ષાયિક સખ્યત્વ તો એકજ વાર અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ તો અસંખ્ય વાર પ્રાપ્ત થઇ શકે. ક્ય સમ્યક્ત ક્વે ગુણસ્થાનકે હોય છે ?