________________
૨૭૯
ચોદ ગુણસ્થાન ભાગ-૨ દુપ્રસહસૂરિના પાંચ ભવો :
—
—
—
—
—
—
–
એતો જાણીતી વાત છે કે- દુષ્પસહસૂરિ પૂર્વભવીય ક્ષાયિક સમ્યકત્વ યુક્ત આ વર્તમાન પંચમ આરાના અંતમાં દેવલોકમાંથી ચ્યવીને અત્ર ઉત્પન્ન થનારા છે અને અહીંથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં અને ત્યાંથી પાછા મનુષ્ય તરીકે ઉત્પન્ન થઇ મોક્ષે જનાર છે. વિશેષમાં આપણે જોઇ ગયા તેમ મનુષ્યભવમાં જ આ ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ સંભવે છે, તો દેવલોકમાંથી ચ્યવીને દુષ્મહસૂરિ તરીકે જન્મ લેનારા તે આચાર્યો, દેવલોકમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ નહિ હોવાને લીધે તે ભવની પૂર્વેના ભવમાં અને તે પણ મનુષ્ય તરીકેનાજ ભવમાં ઉપાર્જન કરેલું હોવું જોઇએ : અર્થાત (૧) આ મનુષ્ય તરીકેનો ભવ, ત્યાર બાદ (૨) દેવ તરીકેનો, ત્યાર પછી (૩) મનુષ્યનો (૪) પછીથી દેવનો અને અંતમાં (૫) મનુષ્યનો એમ તેમના પાંચ ભવો છે. શ્રી કૃષ્ણ વાસુદેવના પાંચ ભવોઃ
શ્રી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ વાસુદેવ તરીકેના ભવથી પાંચમે ભવે મોક્ષે જશે, એ વાત પણ સમજી શકાય તેમ છે. જેમકે-કૃષ્ણ વાસુદેવ એના એ ભવમાંથી ત્રીજી નરકમાં અને ત્યાંથી મનુષ્યગતિમાં, ત્યાંથી વળી મરણ પામીને વૈમાનિક દેવગતિમાં અને ત્યાંથી ચ્યવીને આ ભારતવર્ષમાં ગંગાદ્વારપૂરના સ્વામી જિતશત્રુ નામના રાજાના અમમ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થશે અને તે ભાવમાં શ્રી તીર્થંકરનામકર્મના વિપાકોદયનો અનુભવી કરી મોક્ષે સિધાવશે. સખ્યત્વના પ્રારો :
શાસ્ત્રમાં સમ્યકત્વના ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે.