________________
૨૮૨
ચૌદ ગુણસ્થાનક માd1-૨ આ પ્રમાણે જ્વરથી પીડિત હોય એવા કોઇ પુરૂષનો જ્વર ઔષધિના સેવન વિના પણ જતો રહે અને કોઇક વખતે એમ પણ બને કે-ઔષધિનું પાન કર્યાથી જ તેનો તે જ્વર જાય. એવી રીતે એમ પણ બનવાજોગ છે કે-કૌદ્રવ નામનું ધાન્ય ઘણાકાળે સ્વયમેવા નિર્મદન (મયણા રહિત) બની જાય છે. અથવા તો છાણ વિગેરેના પ્રયોગથી તે તેવું બને. આ દ્રષ્ટાંતો ઉપરથી જોઇ શકાય છે કેપરની અપેક્ષા વિના પણ કાર્યસિદ્ધિ થઇ શકે છે.
આ પ્રમાણે સમ્યક્ત્વની પ્રાપ્તિ (૧) સ્વાભાવિક રીતે-ખુદ શ્રી તીર્થંકરદેવની પણ સહાય લીધા વિના અથવા તો (૨) સદ્ગુરૂના ઉપદેશથી પણ થઇ શકે છે. પ્રથમ પ્રકારથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને નિસર્ગસમ્યકત્વ” અને બીજા પ્રકારથી મળેલ સમ્યક્ત્વને
અધિગમસમ્યક્ત્વ' સંબોધવામાં આવે છે. અર્થાત્ કોઇ શુક્લપક્ષી, કાલાદિક કારણ પરિપાકવંત, ચરમાવર્તિ, ચરમકરણી એવો ભવ્ય જીવ સહેજે આપોઆપ ઉહાપોહ કરતાં જે સમ્યક્ત્વ સંપાદન કરે તે નિસર્ગસમ્યકત્વ' છે, જ્યારે પૂર્વોક્ત કાલાદિક યોગ્યતા હોવા છતાં પણ સગુરૂના ઉપદેશનું શ્રવણ કર્યાથીજ જે જીવ અનાદિકાળની પોતાની ભૂલ મટાડી દેવ, ગુરૂ અને ધર્મના યથાર્થ સ્વરૂપને વિષે શ્રદ્ધાવાન્ બને, તેનું સમ્યક્ત્વ
અધિગમસમ્યકત્વ' કહેવાય છે. (જેને સંસારમાં અર્ધપુદ્ગલપરાવર્તન કરતાં ઓછો કાળ પરિભ્રમણ કરવાનું બાકી રહેલું હોય તે જીવને “શુકલપક્ષી' કહેવામાં આવે છે, જ્યારે એથી વિપરીત પ્રકારના જીવને “કૃષ્ણપક્ષી' કહેવામાં આવે છે.) સમ્યક્તના ત્રણ પ્રકારો :
કારક, રોચક અને દીપક તેમજ ક્ષાયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિક એમ બન્ને પ્રકારે સખ્યત્વના ત્રણ ત્રણ ભેદો પડે છે. શ્રી જિનેશ્વરદેવે જેવો વિધિમાર્ગ પ્રકાશ્યો છે તે વિધિમાર્ગને શ્રી.