________________
૨૮૧
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નિશ્ચયસમ્યક્ત અને વ્યવહારસમ્યત્વ :
જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક આત્માના શુદ્ધ પરિણામને નિશ્ચયસમ્યક્ત્વ' જાણવું. આત્મા અને તેના ગુણો કાંઇ જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે : કેમકે-અભેદ પરિણામે પરિણત થયેલો આત્મા તે તદ્દગુણ રૂપજ કહી શકાય. જેવું જાણ્યું તેવોજ ત્યાગભાવ જેને હોય અને શ્રદ્ધા પણ તદનુરૂપ હોય, તેવા
સ્વરૂપો પયોગી જીવનો આત્મા તેજ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદભાવે શરીરમાં રહ્યો છે, માટે રત્નત્રયના શુદ્ધ ઉપયોગે વર્તતા જીવને “નિશ્ચયસમ્યક્ત્વ' કહીએ. સાધુદર્શન, જિનમહોત્સવ, તીર્થયાત્રાદિક હેતુથી ઉત્પન્ન થતાં સમ્યક્ત્વને
વ્યવહારસમ્યકત્વ' કહેવામાં આવે છે. નિસર્ગ અને અધિગમસયત્વ :
પરના ઉપદેશની નિરપેક્ષતાને “નિસર્ગ' કહેવામાં આવે છે, જ્યારે પરના ઉપદેશની અપેક્ષા તે “અધિગમ' કહેવાય છે. નિસર્ગ' શબ્દનો અર્થ “સ્વભાવ” થાય છે ? તેથી નિસર્ગસમ્યકત્વનો અર્થ સ્વાભાવિક સમ્યક્ત્વ અર્થાત્ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ સમ્યકત્વ એમ થાય છે. આથી કોઇને શંકા ઉત્પન્ન થાય કે સ્વાભાવિક રીતે સમ્યક્ત્વ મળે ખરૂં? આના સમાધાનાર્થે ત્રણ દ્રષ્ટાંતો વિચારીએ.
ધારો કે કોઈ વટેમાર્ગ ભૂલો પડ્યો છે, તો એ બનવાજોગા છે કે-ભમતાં ભમતાં પણ અર્થાત્ કોઇને પણ માર્ગ પૂછયા વિના પણ તે ખરા માર્ગ ઉપર આવી જાય. કોઇકની બાબતમાં એમ પણ બને કે-તે ગમે તેટલો પોતે પ્રયત્ન કરે તો પણ ખરો રસ્તો તેને જડેજ નહિ, જ્યારે ખરા માર્ગનો જાણકાર કોઇ મળી આવે અને એ દ્વારા તેને યથાર્થ માર્ગનું ભાન થાય ત્યારે જ તેનું કાર્ય સરે.