________________
૨૭૮
ચૌદ ગુણસ્થાનક માર્ગ-૨ ––––––––––– આયુષ્યવાળા મનુષ્યોને તેમજ તેવા તિર્યંચોને પણ પરભવનું જ સાયિક સખ્યત્વ હોય છે એવો નિયમ છે. આથી સંખ્યય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોને સ્વભાવનું અને પરભવનું-એમ બન્ને પ્રકારનું ક્ષાયિક સમ્યક્ત્વ સંભવે છે. ક્ષાયિક સખ્યત્વી ૪ ગતિમાં જાય ?
પ્રસંગોપાત એ વાત વિચારવામાં આવે છે કે-ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા પછી તે મનુષ્ય કઇ ગતિમાં જાય છે ? આ પ્રશ્નનો વિચાર કરતાં પહેલાં એ જાણવું આવશ્યક છે કે-ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, તે પૂર્વે આગામી ભવનું આયુષ્ય બંધાઈ ગયું છે કે નહિ ? જો આવું આયુષ્ય બંધાઇ ગયું હોયતો તો જે ગતિના આયુષ્ય સંબંધી બંધ થયો હોય તે ગતિમાં જવુંજ પડે, અને તે પણ બીજી કોઇ ગતિ નહિ પણ ત્રણ નરક, વૈમાનિક દેવગતિ અને અસંખ્યઆયુષ્યવાળી મનુષ્ય-તિર્યંચ ગતિમાંનીજ કોઇ પણ ગતિ સમજવી ? અને જો પરભવનું આયુષ્ય ન બંધાયું હોય, તો તો ક્ષાયિક સમ્યક્ત્વધારી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-એ ચારે ગતિઓને સદાને માટે જલાંજલિ આપીને સર્વોત્કૃષ્ટ પંચમગતિને અર્થાત્ તેજ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે. સાયિક સગન્લી કેટલા ભવમાં મોક્ષે જાય ?
આપણે ઉપર જોઇ ગયા તેમ જો પરભવના આયુષ્યનો બંધ થયો ન હોય, તો તો તેજ ભવમાં ક્ષાયિક સમ્યકત્વધારી મોક્ષે જાય, નહિ તો જે ભવમાં આ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય, તે ભવથી ઘણુંખરૂં તો ત્રીજે ચોથે ભવે જરૂરજ મોક્ષે જાય. અને કવચિત્ પાંચમે ભવે પણ જાય, પરંતુ આથી વિશેષ ભવો તો તેને નજ કરવા પડે એ નિઃસંદેહ વાત છે. છેક પાંચમે ભવે મુક્તિરમણીને વરનારા તરીકે શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ વાસુદેવ અને દુષ્ણસહ સૂરિજીના બે ઉદાહરણો મોજુદ છે.