________________
ચોદ મણસ્થાન ભાગ-૨
૨૭૭ ગતિમાંથી આવેલા હોતા નથી, કિન્તુ તેવા મનુષ્યો મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી જ આવેલા હોય છે. જે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પૂર્વકોટિ યાને એક કરોડ પૂર્વ (એક કરોડ પૂર્વ તે ૮૪ લાખને ૮૪ લાખે ગુણવાથી એક પૂર્ણ થાય છે.) થી અધિક હોય તેને અસંખ્યય વર્ષના આયુષ્યવાળા કહેવામાં આવે છે. (૩) નારકજીવો મરીને તરતજ નરકગતિ કે સ્વર્ગગતિમાં ઉત્પન્ન થતાં નથી અને તેવી જ રીતે દેવતાઓ ચ્યવીને-મરીને તરતજ સ્વર્ગગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. (૪) નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવ-એમાંથી કોઇ પણ જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વને સાથે લઇને તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. (છટ્ટા કર્મગ્રંથમાં અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે એમાં કહે છે.) આ ચાર નિયમોમાંથી પ્રથમ તેમજ અંતિમ છેલ્લો એ બે નિયમો સેદ્રાન્તિકોને માન્ય નથી, પરંતુ બાકીના બે નિયમો માન્ય છે. આ ચાર નિયમોને લક્ષ્યમાં રાખવાથી જોઇ શકાય છે કેવૈમાનિક દેવો તથા સંગ્રેચ વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોએ બેજ વર્ગોનું ક્ષાયોપશમિક સમ્યકત્વ પરભવનું સંભવે છે, કારણ કે-મનુષ્ય સમ્યક્ત્વ યુક્ત મરીને વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થાય, ત્યારે તેને-તે દેવને પરભવનું સમ્યક્ત્વ છે. તેવી જ રીતે જે દેવ સમ્યક્ત્વ યુક્ત મરીને મનુષ્ય થાય, ત્યારે તે મનુષ્યને પરભવનું સમ્યક્ત્વ છે.
(૩) ક્ષાયિક સમ્યક્ત્વ મનુષ્યગતિ સિવાય અન્યત્ર કોઇ પણ ગતિમાં સ્વભવનું હોતું જ નથી. વિશેષમાં સાત નરકો પૈકી છેલ્લી ચાર નરકના જીવોને તેમજ સંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને તથા ભવનપતિ, વ્યત્તર અને જ્યોતિષ્ક-એ ત્રણ પ્રકારના દેવતાઓને ક્ષાયિક સખ્યત્વ હોતું નથી એવો નિયમ છે. આથી કરીને પ્રથમથી ત્રણ નરભૂમિના જીવોનું તેમજ વૈમાનિક દેવનું ક્ષાયિક સમ્યક્ત્વ પરભવનું સમજવું. અસંખ્યય વર્ષના