________________
૨૬૫
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ દ્રવ્યનો ઉદય થાય, તે પ્રકારની જીવની સ્થિતિ થાય છે અર્થાત જો શુદ્ધ દ્રવ્યનો ઉદય થાય તો આત્મા “ક્ષાયોપથમિક સમ્યકત્વ' પ્રાપ્ત કરે છે, જો મિશ્રદ્રવ્યનો ઉદય થાય તો તે મિશ્ર દ્રષ્ટિ' બને છે અને જો અશુદ્ધ દ્રવ્ય ઉદયમાં આવે તો તે ફ્રીથી “મિથ્યાદ્રષ્ટિ' થાય છે.
- અત્ર ખાસ ધ્યાન ખેંચે એવી હકીકત તો એ છે કે-ઉપશમાં સમ્યક્ત્વની મદદથી આત્મા જે મિથ્યાત્વમોહનીયના ત્રણ વિભાગો બનાવે છે, તેમાંથી ગમે તે એક તો અંતર્મુહૂર્ત કાળ વિત્યા બાદ ઉદયમાં આવે છે જઃ અને તેમ થતાં તે તથાવિધ અર્થાત્ ચોથા, ત્રીજા કે પહેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. પ્રાસંગિક પ્રથમ ગુણસ્થાનક સંબંધી કાંઇક શાસ્ત્રાધારે વિચારણા :
'सर्वथा जिनधर्मवाह्यत्वेन प्रथम गुणस्थानकस्थि તYચ' એવો જ ઉલ્લેખ છે, એ ઉપરથી સમજી શકાય છે કે-પ્રથમ ગુણસ્થાનના અધિકારી જિનધર્મથી વિમુખ મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિમાં ગુણસ્થાન કેમ માનવામાં આવ્યું છે એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. કહેવાની મતલબ એ છે કે-ઉન્નતિ દશામાં જ ગુણસ્થાનનો પ્રયોગ યોગ્ય છે, કેમકે-ગુણસ્થાન શબ્દ જ સૂચવે છે તેમ ગુણોના વિકાસ વિના ગુણસ્થાન ઘટી શકે નહિ. એક અપેક્ષાએ આ વાત સાચી છે. આને લક્ષ્યમાં રાખીને તો ગુણસ્થાનક્રમારોહમાં શ્રી રત્નશેખરસૂરિ મહારાજા કહે છે કે
“ઉદેવાળુર્વઘર્મેષ, યાદ્દેવ-ગુરુ-ધર્મઘી: |
तन्मिथ्यात्वं भवेद्, व्यक्त-मव्यक्तं मोहलक्षणम् ।।
अनाद्यव्यक्तमिथ्यात्वं,