________________
૨૬૯
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ વિભાગો-પંજ કરતો નથી. આથી કરીને નિર્મળ ઓપશમિક ભાવને અંતમુહૂર્ત કાળ પર્યંત અનુભવીને તે પ્રાણી પાછો મિથ્યાદ્રષ્ટિ અવસ્થાને જ પ્રાપ્ત કરે છે, અર્થાત્ તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ કે મિશ્રદ્રષ્ટિ એ બેમાંથી એક પણ સ્થિતિ પ્રાપ્ત થતી નથી.
આ સંબંધમાં સિદ્ધાન્તકારો ઇલ્લિકાનું દ્રષ્ટાંત રજુ કરે છે. કલ્યભાષ્યમાં કહ્યું છે કે
___ “आलंवणगलहन्ती जह सट्टाणं न मुंचए इलिया । एवं अफ्यंतिपुंजी मिच्छंचिअ उवसमीएइ ।।" | ભાવાર્થ :- જેમ ઇયળ કોઇ કાષ્ઠાદિ પદાર્થોથી આગળ જવાને ચાહના કરે ત્યારે આગલા ગાત્રનું વિસ્તારવું કરે. આગલા શરીરના ભાગને ચારે તરફ વિસ્તારના સ્થાનક નહિ પામતાં, પાછી પૂર્વસ્થાનકે જ્યાંથી શરીર ઉપાડ્યું હતું ત્યાંજ આવે, એમ સ્થાનાંતર ગમનનો અભાવ માટે ઉપશમ સમ્યક્ત્વી મિથ્યાત્વેજ જાય. કારણ કે-ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ સમ્યકત્વથી ભ્રષ્ટ થઇ ત્રણ પુંજ નહીં કરેલા હોવાથી મિશ્ર અને શુદ્ધ પુંજરૂપ સ્થાનના આધાર વગરનો પાછો ઉપશમ સમ્યક્ત્વી મિથ્યાત્વેજ જાય છે. આ પ્રમાણે સિદ્વાંતિકનો મત છે.
જે જીવ તથાવિધ સામગ્રીના સભાવને લઇને પ્રથમથી ઔપથમિક સમ્યકત્વને બદલે ક્ષાયોપશમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તે સંબંધમાં સિદ્ધાન્તકારો જે વિધિ બતાવે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વિધિ પ્રમાણે પ્રાણી પ્રથમ તો યથાપ્રવૃત્તિકરણનો અધિકારી બને છે અને ત્યાર બાદ અપૂર્વકરણના સામર્થ્ય વડે રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રન્થિને ભેદી નાખે છે, અને એજ કરણને લઇને (નહિ કે અનિવૃત્તિકરણ દ્વારા) મિથ્યાત્વમોહનીચના ત્રણ પુંજો બનાવે છે અને ત્યાર પછી અનિવૃત્તિ કરણને પ્રાપ્ત કરી એ કરણની સહાયથી (નહિ કે અંતરકરણની મદદથી) આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણ પુંજોમાંથી શુદ્ધ