________________
૨૭૨
ચોદ ગુણસ્થાન ભાગ-૨ વિશેષમાં ક્ષાયિક સમ્યક્ત્વની મહત્તા સંબંધી એમ પણ કહી શકાય કે-ક્ષાયોપશમિક તેમજ પથમિક સમ્યકત્વો કંઇ આત્માની સાથે સ્થાયી રહેતાં નથી, અર્થાત્ તેની પ્રાપ્તિ થયા પછી તે જતાં રહે છે. અર્થાત્ આત્મા કુસંગતિવિપરિણામ વિગેરે કારણોને લઇને મિથ્યાત્વી પણ બની જાય છે, જ્યારે ક્ષાયિક સમ્યકત્વ તો આત્માનો જાણે પરમ મિત્ર ન હોય તેમ તેનાથી એક ક્ષણ માટે પણ કવચિત્ જુદું રહેતું નથી, પરંતુ મુક્તાવસ્થામાં પણ તે તેની સાથેજ જાય છે. ઔપશમિક સમ્યકત્વો તો અહીંઆ પાછળ રહી જાય છે અર્થાત મુક્તાવસ્થામાં તેને સારૂ સ્થાન નથી.
ઓપશમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યકત્વ કેવી રીતે ચડીયાતું છે, તેનો બોધ થવામાં “ઉપશમ” અને “ક્ષય” એ બેમાં શું ભિન્નતા છે, તે જાણવું જરૂર હોવાથી તે વિચારવામાં આવે છે. ઉપશમ અને ક્ષયમાં તફાવત ઃ ' ઉપશમ અને ક્ષયમાં શું ક છે એ સ્પષ્ટ સમજાય તેટલા માટે તેનો ઉદાહરણપૂર્વક વિચાર કરવો ઇષ્ટ છે. ધારો કે-આપણી પાસે એક મલિન જળનું પાત્ર છે. થોડા સમય પછી આ તમામ મેલ જળના તળીએ બેસી જશે અને ત્યાર પછી આ જળ નિર્મળ દેખાશે. પરંતુ આ નિર્મળતા ક્યાં સુધી રહેવાની ? જ્યાં સુધી જળ આ સ્થિતિમાં રહે ત્યાં સુધી જ, કેમકે-જરા પણ આ જળની સ્થિતિમાં ખલેલ પહોંચતાં એ મેલના રજકણો પાછા સર્વત્ર પ્રસરી જવાના અને જે જળ નિર્મળ દેખાતું હતું તે પાછું અસ્વચ્છ માલુમ પડશે. પરંતુ જો આ જળમાંથી તેની અસ્વચ્છતાનો સર્વથા નાશ. કરવામાં આવે, તો પછી આ જળ આઘાત, પ્રત્યાઘાત કે એવી કોઇ પણ ક્રિયાથી કદી પણ અસ્વચ્છ ન જ બને; તેવી જ રીતે પ્રસ્તુતમાં મોહનીયના સંબંધમાં આ વાત ઘટાવવામાં આવે છે. મોહનીસકર્મના રજકણો આત્માના પ્રદેશમાં જ્યારે સ્થિર થઇ જાય છે, ત્યારે તે પ્રદેશો સ્વચ્છ લાગે છે. પરંતુ જેમ પેલાં જળની