________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૨૭૧ કર્મગ્રન્થકાર મહર્ષિઓ એમ કહે છે કે-કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં (પરમ ચિકાસવાળા) કર્મો બાંધવાનો સંભવ નથી.
આ પ્રમાણે મતાંતર હોવા છતાં આપણે તો બંનેય મહર્ષિઓનું વચન નિ:શંક્તિપણે આરાધવાનું-માનવાનું છે જ, અન્યથા સમકિતી પણ મિથ્યાત્વમાં આવી જાય.
હવે આ ઓપશમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ પરત્વે જે વધુ વિચારો કરવાના છે, તેમાં કોઇ કોઇ સ્થળે આ બે સમ્યક્ત્વ ઉપરાંત તેમ ક્ષાયિક સમ્યકત્વને પણ તે વિચારો લાગુ પડે છે; તેથી પ્રથમ ક્ષાયિક સમ્યક્ત્વનું અવલોકન કરવું આવશ્યક છે. સાયિક સખ્યત્વ :
સાયિક સમ્યકત્વ એ ક્ષાયોપથમિક અને ઔપથમિક સમ્યક્ત્વો કરતાં વધારે ઉંચા દરજ્જાનું છે. તેનું કારણ એ છે કેક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિત્વમોહનીય કર્મનો પ્રદેશ ઉદય રહેલો છે, તેમજ વળી આ સમ્યકત્વ દર્શનમોહનીયનાં શુદ્ધ પુદ્ગલોના ઉદયરૂપ છે. આથી આ સમ્યક્ત્વ પીગલિક સમ્યક્ત્વ પણ કહેવાય છે, જ્યારે પથમિક સમ્યક્ત્વમાં કે જે અપીગલિક-આત્મિક સમ્યક્ત્વ છે, તેમાં તો મિથ્યાત્વમોહનીય કર્મનો પ્રદેશ-ઉદય પણ હોતો નથી. ક્ષાયિક સમ્યક્ત્વમાં તો મિથ્યાત્વમોહનીયાદિ કર્મનો કોઇપણ જાતનો ઉદય નથી, એટલું જ નહિ પરંતુ તે કર્મસત્તામાં પણ નથી. અર્થાત અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયો તેમજ સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયરૂપ દર્શનમોહનીયના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણે પુંજાનો સર્વથા ક્ષય છે. આ પ્રમાણે ઉપર્યુક્ત સાતે-પ્રકૃતિનો સમૂલ ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યકત્વ “ક્ષાયિક સમ્યકત્વ' કહેવાય છે.