________________
૨૭૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
થોડા વખતને માટે ભૂલી જાય છે, તેમ સારા વિચારો કે સારા સહવાસના કારણે જીવ આ બંને પ્રકૃતિઓને દબાવી શકે છે : પણ તેનો ક્ષય થયો ન હોવાથી તેવી પ્રવૃત્તિ કે તેવા નિમિત્તના અભાવે તેની વિરોધી પ્રવૃત્તિ કે વિરોધી નિમિત્તો આવી મળતાં, પછી પ્રકૃતિઓ સત્તામાંથી બહાર આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. આ ઉપશમભાવથી ‘ઉપશમ સમ્યક્ત્વ’ પ્રગટે છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન, વિભંગઅજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, ક્ષાયોપશમિક ભાવના, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, ક્ષાયોપશમિક ભાવનાનું સમ્યક્ત્વ, સરાગ ચારિત્ર અને દેશવિરતિ-આ અઢાર પ્રકૃતિઓ ક્ષયોપશમભાવની છે. આમાં ઉદય આવેલા કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદય આવેલી પ્રકૃતિઓને ઉપશમાવવામાં આવે છે, માટે તેને ‘ક્ષયોપશમભાવ' કહે છે. આ ક્ષયોપશમભાવથી ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રગટે છે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમાદિ વડે તત્ત્વશ્રદ્ધાનાત્મક રૂચિ ઉત્પન્ન થાય છે અને તે રૂચિ વડે જીવાદિ તત્ત્વશ્રદ્ધાનાત્મક વિશિષ્ટ શ્રુત થાય છે. સાતે પ્રકૃતિઓના ક્ષયથી જે ભાવ પ્રગટે તે ‘ક્ષાયભિાવ’ છે, તેથી ાયિક સમ્યક્ત્વ પ્રગટે છે. ઉદયાદિનું સ્વરૂપ :
જે કર્મ આપણે બાંધ્યું હોય, તે કર્મનું ફ્ળ ભોગવવું તે * ઉદય' કહેવાય છે, અર્થાત્ તે કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજવું. ‘ક્ષયોપશમ' શબ્દ ક્ષય અને ઉપશમ એ બેનો બનેલો છે. આ હકીકત ક્ષયોપશમ અવસ્થા દરમિયાન ઉદયમાં આવેલાં કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદયમાં આવેલા કર્મનો ઉપશમ થાય છે એ ઉપરથી ચરિતાર્થ થાય છે. આ ઉદયમાં આવેલા કર્મનો ઘાત કરવાપૂર્વક અનુદિત કર્મનો સર્વથા વિષ્ઠમ્ તે ઉપશમ છે. આ