________________
૨૭૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પુજનોજ અનુભવ કરે છે ઃ અર્થાત્ તે “ક્ષાયોપથમિક સખ્યત્વ' ને પ્રાપ્ત કરે છે, અને આથી કરીને ઔપશમિક સમ્યક્ત્વનો અધિકારી થયા વિના જ તે એકદમ ક્ષાયોપથમિક સમ્યક્ત્વનો સ્વામી બને છે.
( આ પ્રમાણે આ મત-ભિન્નતા પરત્વે વિચાર કરતાં એ પણ લક્ષ્યમાં રાખવું આવશ્યક છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જ શ્રેણિ વિનાનું જ ઔપથમિક સમ્યકત્વ પામે એ વાત નિર્વિવાદ છે, કેમકે-એ હકીકત તો સિદ્ધાન્તકારો તેમજ કર્મગ્રન્થકારો બન્નેને સંમત છે. આથી એમ પણ અનુમાન થઇ શકે છે કે-જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઔપથમિક સમ્યકત્વ પામે તે શ્રેણિ વિનાનું જ હોવું જોઇએ.
કર્મગ્રન્થકારો અને સિદ્ધાન્તવાદીઓની વિચાર-ભિન્નતાનું બીજું સ્થળ એ છે કે જે મનુષ્ય ક્ષાયોપશમિક સમ્યક્ત્વયુક્ત મરણ પામે, તે દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ-એ ચાર ગતિઓમાંથી કઇ ગતિમાં જાય ? આ સંબંધમાં કર્મગ્રન્થકારો તો એમજ કહે છે કે-તે દેવગતિમાં જ જાય અને તેમાં પણ વળી વૈમાનિક દેવ તરીકે જ જન્મે છે. સિદ્ધાન્તકારો આ વાતથી જૂદો અભિપ્રાય ધરાવે છે. તેઓ તો કહે છે કે-તે જીવે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પહેલાં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાંજ તે જાયા છે અને સમ્યકત્વ પણ તેની સાથે જાય છે. નરકગતિમાં સાત નરકોમાંથી છટ્ટી નરક સુધી સમ્યક્ત્વને સાથે લઇને જવાય છે.
વિચારભેદનું ત્રીજું સ્થળ એ છે કે-ગ્રન્થિ ભેધા બાદ, સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જે જીવ મિથ્યાત્વદશામાં જાય અર્થાત મિથ્યાદ્રષ્ટિ સ્થાને જઇ પડે, તે જીવ ત્યારે મિથ્યાત્વદશાને લગતાં જે કર્મો બાંધે તે કર્મો ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે કેમ ? આ સંબંધમાં સિદ્ધાત્ત્વિક મહાત્માઓ નકારમાં પ્રત્યુત્તર આપે છે અર્થાત એવી સ્થિતિવાળાં કર્મો ન બંધાય એમ તેઓ કહે છે, જ્યારે