________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૨૬૮ કર્મગ્રન્કારો અને સિદ્ધાન્તકારો વચ્ચે સમ્યક્ત પરત્વે મતભેદ :
અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રાણી પ્રથમ ઓપશમિક સમ્યકત્વને જ પ્રાપ્ત કરે છે, અર્થાત અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જીવ પહેલી વાર જ જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, તે તો ઓપશમિક સમ્યકત્વ જ હોઇ શકે. તેમજ વળી આ ઔપથમિક સમ્યકત્વને પ્રાપ્ત કરી અંતમુહૂર્તકાળ પૂર્ણ થયા બાદ ક્ષાયોપથમિક સમ્યક્ત્વદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પૈકી યથાસંભવ કોઇ પણ સ્થિતિ પ્રાપ્ત કરે છે જ, કેમકે-ઔપથમિક સમ્યકત્વના સમય દરમિયાન તે ઉપર્યુક્ત ત્રણ વિભાગો જરૂર કરે છે જ. આ વાત તેમજ ઓપશમિક સમ્યકત્વપ્રાપ્તિનો જે પ્રકાર આપણે જોઇ ગયા તે હકીકતના સંબંધમાં મતભેદ છે, કેમકે-આ. હકીકત તો કર્મગ્રન્થકારોને જ માન્ય છે, જ્યારે સિદ્ધાન્તકારો એ બાબતમાં તેમનાથી જૂદો અભિપ્રાય ધરાવે છે.
સિદ્ધાન્તકારોનું માનવું એમ છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રાણી પ્રથમતઃ ઉપશમ સમ્યકત્વને જ પ્રાપ્ત કરે એવો કાંઇ અચળ નિયમ નથી : અર્થાત કોઇક અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઓપશમિક સમ્યક્ત્વને તો કોઇક ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પણ પ્રાપ્ત કરી શકે છે. વિશેષમાં એ પણ અત્ર ધ્યાનમાં રાખવાનું કે- જે પ્રાણી સિદ્ધાન્તકારોના મત મુજબ પ્રથમથી ઓપશમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તેનો પ્રકાર કર્મગ્રન્થકારોએ બતાવેલ પ્રકારને મોટે ભાગે અર્થાત યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણની પ્રાપ્તિપૂર્વક અંતરકરણના પ્રથમ સમયમાં પથમિક સભ્યત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી મળતો આવે છે. પરંતુ વિશેષતા એ છે કે-આ ઔપશમિક સમ્યક્ત્વના અનુભવ સમયમાં (કે તે પહેલાં પણ) તે જીવા મિથ્યાત્વમોહનીયના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ