________________
૨૬૬
ચોદ મણસ્થાળક ભાગ-૨ जीवेडस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्ति
गुणस्थानतयोच्यते ।।" અર્થાત્ - કુદેવ, કુગુરૂ અને કુધર્મને વિષે સુદેવ, સુગુરૂ અને સુધર્મની મતિ તે વ્યક્ત મિથ્યાત્વ છે, જ્યારે મોહરૂપ લક્ષણવાળું અવ્યક્ત મિથ્યાત્વ છે. આ અવ્યક્ત મિથ્યાત્વ અનાદિકાળથી જીવમાં છે, પરંતુ તેમાંથી નીકળી) વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની પ્રાપ્તિ તે પ્રથમ ગુણસ્થાન કહેવાય છે.
આનું તાત્પર્ય એ છે કે-અવ્યક્ત મિથ્યાત્વ એ તદન અજ્ઞાનદશા છે, એમ સુપદાર્થને કુપદાર્થ કે કુપદાર્થને સુપદાથી એવી વિપરીત સમજણની પણ યોગ્યતાનો અભાવ છે. એ તો ઘોર અંધકાર જેવી અવસ્થા છે. આવી અવસ્થામાંથી બહાર નીકળી વિપરીત સમજણ જેટલી પણ યોગ્યતા પ્રાપ્ત કરવી તે વ્યક્ત મિથ્યાત્વ છે અને આને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. “ભગવદ્ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી તો ત્યાં સુધી કહે છે કે-પ્રથમ ગુણસ્થાનની પ્રાપ્તિ મિશ્રાદ્રષ્ટિના ગુણોના આધાર ઉપર માનવી જોઇએ. આ વાતની તેમની યોગદ્રષ્ટિ સમુચ્ચય નામની કૃતિનો શ્લોક સાક્ષી પૂરે છે.
"प्रथमं यद् गुणस्थानं, सामान्येनोपवर्णितम् ।
अस्यां तु तदवस्थायां,
મુખ્યમવર્થયોરાત: ||” અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે-જેમ અવ્યક્ત મિથ્યાત્વી મટીને વ્યક્ત મિથ્યાત્વી થવું એ એક અપેક્ષાએ ઉન્નત દશા છે, તેમ બીજી અપેક્ષાએ એમ પણ ઉલ્લેખ કરી શકાય કેઅવ્યક્ત મિથ્યાત્વ એ રૌદ્રપરિણામવાળા વ્યક્ત મિથ્યાત્વ કરતાં સારું છે, કેમકે-વ્યક્તમિથ્યાત્વ બુદ્ધિની ઉગ્ર દશામાં જેવો કિલષ્ટ