________________
-
-
--
૨૬૪ •
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ –––––––––– તેને “મિથ્યાત્વમોહનીય' કહેવામાં આવે છે.
જેમ અતિ મલિન કાચ બહારથી આવતા પ્રકાશને રોકી રાખે છે, કિન્તુ તેજ કાચનો મેલ દૂર કરી તેને સ્વચ્છ બનાવવામાં આવે, તો પછી આ પ્રકાશનો પ્રતિબંધક રહેતો નથી, તેવી જ રીતે મિથ્યાત્વમોહનીયરૂપ કાચનો મિથ્યાત્વરૂપ મેલ દૂર કરી તેને શુદ્ધ બનાવવામાં આવે, ત્યારે તે સમ્યકત્વરૂપ પ્રકાશને અંદર આવતાં નજ અટકાવે એ દેખીતી વાત છે. મિથ્યાત્વ મોહનીયના ત્રણ વિભાગો ઃ
ઉપર જોયું તેમ ઔપશમિક સમ્યકત્વમાં વર્તતો આત્મા મિથ્યાત્વમોહનીય કર્મના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એમ ત્રણ વિભાગો કરે છે. આ સંબંધમાં જેનશાસ્ત્રોમાં જે વસ્ત્ર, જળ અને મદનકોદ્રવાનાં-એમ ત્રણ દ્રષ્ટાંતો આપવામાં આવે છે.
જેમ કોઇ મલિન વસ્ત્રને ધોવામાં આવે તો તે નિર્મળસ્વચ્છ બની જાય, કોઇક એવું વસ્ત્ર ધોવાતાં તે અશુદ્ધ બને અને કોઇક વસ્ત્ર એવું પણ હોય કે ધોયા છતાં પણ તે મલિન જ રહે, તેમ પ્રસ્તુતમાં સમજી લેવું. એવી જ રીતે કેટલુંક મલિન જળ સ્વચ્છ થાય, કેટલુંક નિર્મળ તથા મલિન અર્થાત મિશ્ર રહે અને કેટલુંક મલિનજ રહે, એ બીજું દ્રષ્ટાત્ત છે. મદનકોદ્રવાને ધોવાથી તેમાંના કેટલાક સંપૂર્ણ મયણા રહિત થાય, કેટલાક થોડે-ઘણે અંશે મયણા સહિત રહે અને કેટલાક તો સર્વથા મયમા સહિત જ રહે, એ ત્રીજું દ્રષ્ટાન છે. ઓપશમિક સખ્યત્ત્વની પ્રાપ્તિ પછીનો જીવનો પરિણામ :
ઔપશમિક સમ્યકત્વનો અંતર્મુહૂર્તનો કાળ વિત્યા બાદ ઉપર્યુક્ત આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એ ત્રણ વિભાગોમાંથી જે