________________
૨૬૨
ચૌદ મુણસ્થાનક ભાગ-૨ વિત્યા બાદ જ અંતરકરણના પ્રથમ સમયમાં ઉપશમ સમ્યક્ત્વ ખપવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જેમ વનમાં દાવાનળ લાગ્યો હોય અને તે દાવાનળ પ્રસરતા પ્રસરતા જ્યારે ઉખર ભૂમિમાં આવે ત્યારે આપોઆપ તે ઓલવાઇ જાય છે-શાંત બની જાય છે, તેમ પ્રસ્તુતમાં મિથ્યાત્વવેદનરૂપ દાવાનળ પણ અન્તરકરણરૂપ ઉખરભૂમિને પ્રાપ્ત થતાં ઓલવાઇ જાય છે અર્થાત્ ‘ઉપશમ સમ્યક્ત્વ' • ની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં આનંદની વૃષ્ટિ :
આપણે જોઇ ગયા તેમ અન્તરકરણની પ્રથમ ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિ દીર્ઘ સ્થિતિવાળા કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણામને લઇને દબાવી રાખેલાં હોવાને લીધે અર્થાત્ રાગદ્વેષની ઉપશમ અવસ્થાને લઇને આત્માને ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ થતાં આત્માને જે આહ્લાદ થાય છે તે ખરેખર અવર્ણનીય છે. ગ્રીષ્મૠતુમાં ખરે બપોરે સૂર્યના પ્રખર તાપથી પીડિત થયેલા નિર્જળ વનમાં ભટકતા વટેમાર્ગુને વૃક્ષની છાયારૂપ શીતળ સ્તાન નજરે પડે તો પણ તેને કેટલો આનંદ થાય ? તો પછી આ વટેમાર્ગુને આવા શીતળ સ્થાનમાં આરામ લેવાનું મળે, એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ત્યાં આવીને કોઇક તેને શીત જળનુ પાન કરાવે તેમજ આખા શરીરે ચંદનાદિકનો લેપ કરે, ત્યારે તેને કેટલો આહ્લાદ થાય વારૂ ? તેવીજ રીતે અનાદિકાલિક સંસારરૂપ ગ્રીષ્મૠતુમાં જન્મમરણાદિકરૂપ નિર્જળ વનમાં કષાયરૂપ તાપથી દગ્ધ થયેલા અને તૃષ્ણારૂપ તૃષાથી દુઃખિત થતાં એવા ભવ્યજીવ રૂપ વટેમાર્ગુને અંતરકરણરૂપ શીતળ છાયા દ્રષ્ટિગોચર થાય, ત્યારે તે, તે તરફ હર્ષઘેલો થઇને દોડે એમાં શું નવાઇ ? અને ત્યાં જતાં જ