________________
૨૬૦
- ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તેના કષાયોનો અનુભાગ મંદ થતો જાય છે અને તેમ થવાથી ઉત્તમોત્તમ કાર્ય કરવા તરફ તે વધારે અને વધારે પ્રોત્સાહિત બને છે. અનિવૃત્તિકરણ એ ત્રીજું અર્થાત્ અંતિમકરણ છે અને જેવું આ કરણનું નામ છે તેવું જ તેનું કામ છે. અનિવૃત્તિકરણનો સાધારણ અર્થ તો એ છે કે- “કાર્ય કર્યા વિના નહિ પાછા વળનારૂં સાધન.” પ્રસ્તુતમાં તેનો અર્થ એવો જ થાય છે અને તે બીજો કોઇ નહિ પણ એજ કે- “સમ્યકત્વ' ને પ્રાપ્ત કરાવ્યા વિના નહિ રહેનારો આત્માનો અધ્યવસાય. આ અનિવૃત્તિકરણના પ્રાબલ્યથી “અંતરકરણ બને છે. આ “અંતરકરણ' એટલે શું તે હવે વિચારવામાં આવે છે. અન્તરણ :
આત્મા અનિવૃત્તિના સામર્થ્યને લઇને અર્થાત આ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વમોહનીય કર્મનાં દ્રવ્યો કે જે બહુ લાંબા કાળની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવી એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા હતાં તેના બે વિભાગ પાડે છે. આ પ્રમાણે અતિ દીર્ધકાળની સ્થિતિ ધરાવનારાં મિથ્યાત્વમોહનીય કર્મના પુંજમાંનો કેટલોક ભાગ અન્તર્મુહૂર્ત સુધીમાં ભોગવાઇ જાય-વેદાઇ જાય-ખપી જાય એવો બને છે, જ્યારે બાકીનો જ્ઞાનાવરણીય આદિ કર્મોનો મોટો ભાગ અતિ દીર્ઘસ્થિતિવાળો અર્થાત્ પૂર્વોક્ત પલ્યોપમના અસંખ્યય ભાગે ન્યૂન એવી કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળો કાયમ રહે છે. આ પ્રમાણે મિથ્યાત્વમોહનીય કર્મના દ્રવ્યોનું બે વિભાગોમાં વિભક્ત થવું -બે વિભાગોમાં વિભક્ત થયેલ કર્મદ્રવ્યોની સ્થિતિમાં અંતર પડવું, તે “અન્તર કરણ” કહેવાય છે. અત્તરક્રણમાં પ્રવેશ:
અનિવૃત્તિકરણરૂપ અધ્યવસાયમાં પ્રવર્તતો આત્મા આ