________________
૨૫૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ભેદી નાખે છે. આ આત્માના અપૂર્વ પરિણામને “અપૂર્વકરણ” કહેવામાં આવે છે. એવું વિશેષણ લગાડવાનું કારણ એ છે કેઆત્માને આવો પરિણામ કદી પણ પૂર્વે થયો હતો નહિ.
આવી રીતના જીવોના ઉપર્યુક્ત ત્રણ વર્તનોને સમજવાને સારૂ નીચેનું દ્રષ્ટાંત ઉપયોગી થઇ પડે તેમ હોવાથી તે અત્ર આપવામાં આવે છે.
ધારો કે-કોઇ ત્રણ મનુષ્યો કોઇક નગર તરફ જવા નીકળ્યા છે અને માર્ગમાં અટવી આવતાં તેમાં થઇને આગળ પ્રયાણ કરવા માંડે છે. પરંતુ સૂર્યાસ્ત થવાનો સમય આવી પહોંચતાં પણ તેઓ હજી તે અટવી-જંગલ ઓળંગી રહ્યા નથી. આથી તેઓ ભયભીત થાય છે અને તેમાં અધૂરામાં પુરૂં ત્યાં બે ચોરોનું આગમન થાય છે. આ ત્રણ પુરૂષોમાંનો એક તો આ બે ચોરોને જોતાંજ પલાયન કરી જાય છે, જ્યારે બીજા પુરૂષને તો આ બે ચોરો પકડી લે છે અને ત્રીજો આ ચોરોને પરાસ્ત કરીને પોતાને માર્ગે આગળ વધે છે, અર્થાત્ આ ત્રીજો પુરૂષ ભયાનક અટવીને ઓળંગીને ઇષ્ટ નગરમાં જઇ પહોંચે છે.
આનો ઉપનય એ છે કે ભવભ્રમણ યાને સંસાર તે ભયાનક અટવી છે અને ત્રણ મનુષ્યો તે ત્રણ પ્રકારના જીવો છે. કર્મસ્થિતિ તે માર્ગ છે અને ગ્રન્થિદેશ તે ભયાનક સ્થાન છે, રાગ અને દ્વેષ તે બે ચોરો છે અને ઇષ્ટનગર તે સમ્યકત્વ છે. ત્રણ પુરૂષોમાંથી જે દુર્ભવ્ય કે અભવ્ય હતો તે પોબારા ગણી ગયો અર્થાત-ગ્રન્થિદેશ સુધી આવ્યા છતાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને લઇને તે ત્યાંથી પાછો , જે પુરૂષને ચોરોએ પકડી રાખ્યો તેને તેવી રીતના રાગ-દ્વેષથી ગ્રસ્ત થયેલો જાણવો કે જે ગ્રન્થિને ભેદી પણ શકતો નથી કે ત્યાંથી અમુક કાળ પર્યત પાછો પણ ફ્રી શકતો નથી અને જે પુરૂષ ચોરોને મારી હઠાવીને અભીષ્ટ નગરમાં જઇ પહોંચ્યો. તેથી એમ સમજવાનું કે-તે અપૂર્વકરણ વડે ગ્રન્થિને ભેદીને