________________
૨૫૪
IIક ભાવ- ૨
ભવ્ય હોય કે અભવ્ય હોય) તેના તેજ પરિણામમાં સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. તેટલો કાળવિત્યા બાદ ભવ્યજીવ કાં તો ચડતા પરિણામવાળો બને છે, એટલે કેઅપૂર્વકરણાદિ વડે સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે કે કાંતો તેના પરિણામ મલિન થતા જાય છે. અભવ્યને માટે ચડીયાતા પરિણામનો સંભવ નહિ હોવાથી તે તદનંતર પતિત થાય એદેખીતી વાત છે. યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ રાગ-દ્વેષરૂપી ગ્રન્થિ (ગાંઠ)ની સમીપ આવેલ છે, એટલે કે-તે ગ્રન્થિદેશમાં રહેલો છે એમ શાસ્ત્રકારો કહે છે. આ ગ્રન્થિદેશમાં રહેલો અભવ્યજીવ પણ ઉત્તમ સાધુઓનો સત્કાર થતો જોઇને કે તીર્થંકરની સમૃદ્ધિ જોઇને, દ્રવ્યચારિત્ર અંગીકાર કરી ક્રિયાના બળથી નવમા સૈવેયકમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. વળી એવો અભવ્ય જીવ વધારેમાં વધારે નવમા પૂર્વ સુધી સૂત્રપાઠ જાણી શકે છે, પરંતુ તે વાસ્તવિક અર્થ જાણતો નથી. આ પ્રમાણે તે દ્રવ્યચુત મેળવે છે.
કોઇ મિથ્યાત્વી ભવ્યજીવ તો ગ્રન્થિદેશમાં રહીને દશ પૂર્વમાં કંઇક ન્યૂન એટલું દ્રવ્યકૃત પ્રાપ્ત કરી શકે છે. કંઇક ધૂન કહેવાનો હેતુ એ છે કે-જેણે પૂરેપૂરા દશ પૂર્વનું અધ્યયન કર્યું હોય, તે તો સખ્યત્વથી અલંકૃત હોય છે. જેથી ઓછા જ્ઞાનવાળાને સમ્યક્ત્વ હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે.
આ યથાપ્રવૃત્તિકરણ આગળ વધવામાં રાગ-દ્વેષરૂપ ગ્રન્થિ વચ્ચે આવે છે અને તે દુર્ભેદ્ય દુખે કરીને ભેદી શકાય તેવી છે. તેથી અપૂર્વકરણરૂપ પરશુ દ્વારા ભેદ કર્યા વિના આત્મોન્નતિમાં આગળ વધી શકાય તેમ નથી, એટલે કે-સમ્યકત્વ મળી શકે તેમ નથી. આથી આ ગ્રન્થિના સ્વરૂપ પરત્વે વિચાર કરીએ. ગ્રન્થિ સ્વરૂપ:
ગ્રન્થિ શબ્દનો અર્થ ‘ગાંઠ' છે. અત્રે પ્રસ્તુતમાં આ ગ્રન્થિથી