________________
----------
ચૌદ ગુણસ્થાનE ભાગ-૨
૨૫૩ તે ઓ પોતાના દીર્ધસંસારીપણાના યોગે તથાપ્રકારની સંયોગસામગ્રીની પ્રાપ્તિના અભાવે સમ્યગદર્શનને પામી શકવાના નથી. વળી કેટલાક અભવ્ય જીવોને આ સામાન્ય યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થતાં ચાર સામાયિકો (૧) સમ્યક્ત્વસામાયિક, (૨) શ્રુતસામાયિક, (૩) દેશવિરતિસામાયિક અને (૪) સર્વવિરતિસામાયિક, (તેમાં સમ્યક્ત્વ સામાયિક કહો કે સમ્યક્ત્વ કહો તે એકજ છે.) પૈકી શ્રુતસામાયિકનો લાભ થાય છે, પરંતુ બાકીના તેમને ત્રણ સામાયિકોનો લાભ સંભવતો નથી. આ વાતને આવશ્યક ટીકાનું નીચે મુજબનું વાક્ય ટેકો આપે છે. "अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो वन्थिमासाद्या हेदादि विनूतिदर्शनत: प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य મૃતસામાયિવસામો મવતિ, ન શેપનામ: ”
અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહીં ગણાય કે-સામાન્ય યથાપ્રવૃત્તિકરણે આવેલા ભવ્યજીવો પ્રાયઃ કૃતધર્મથી કાલાદિક ભેદે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકવા ભાગ્યશાળી બની શકે છે. શ્રત ધર્મ અથતિ આગમધર્મ ઉપર સમ્યફદ્રષ્ટિને કેટલી અવિહડ પરિણતિ હોય છે, તે વિષે પૂજ્ય શ્રીમાન યશોવિજય મહારાજે કહ્યું છે કે
“મન મહીલાનું વહાલા ઉપરે,
બીજા કામ કરંત; તિમ મૃતધર્મે રે એહમાં મન ધરે,
જ્ઞાનાક્ષેપકવંત”. આ ઉપરથી કાલાદિક ભેદ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે વિયોલ્લાસ જાગૃત થવાના કારણભૂત વાસ્તવિક-યથાર્થ મૃતધર્મપરિણતિની કેટલી આવશ્યક્તા છે, તે વાચકોએ વિચારી
લેવું.
સામાન્ય યથાપ્રવૃત્તિકરણમાં વર્તતો જીવ (ભલે તે પછી